કેરળ પૂરગ્રસ્તો માટે ગુજરાતે લંબાવ્યો 10 કરોડની મદદનો હાથ

ગાંધીનગર– મુખ્યપ્રધાન વિજય રુપાણીએ કેરળમાં મેઘતાંડવથી થયેલી તારાજી અને વ્યાપક નુકશાનને પરિણામે જનજીવનને જે અસર પડી છે તેમાં પૂર આપત્તિગ્રસ્તો પ્રત્યે સંવેદના દર્શાવતા રૂ. 10 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે.

મુખ્યપ્રધાન વિજય રુપાણીએ મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આ સહાય કેરળના પૂરપીડિતો  આપત્તિગ્રસ્તોને આપવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે કેરળમાં સદીનું ભયાનક પૂર કહેવાય તેવું પરૂસંકટ આવ્યું છે જેમાં સાડાત્રણસોથી વધુ વ્ય્કિતના મોત નીપજી ચૂક્યાં છે અને હજારો કરોડ રુપિયાની માલસામાનની તારાજી થઇ છે. લાખો લોકો તેમાં અસરગ્રસ્ત થયાં છે ત્યારે દેશભરમાંથી સહાયનો ધોધ કેરળ તરફ વહી રહ્યો છે. જેમાં ગુજરાતે પણ મદદનો હાથ લંબાવી રુપિયા 10 કરોડની સહાયતા જાહેર કરી છે.