છોટાઉદેપુરમાં બે કાચાં મકાન ધરાશાયી, 2 વ્યક્તિના મોત

0
1148

અમદાવાદ– લાંબાસમયના વિરામ બાદ વરસાદે રાજ્યમાં પુનઃ આજે દસ્તક દીધી હતી. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વસસાદના સમાચાર મળી રહ્યાં છે. ત્યારે છોટાઉદેપુરમાં વરસાદના પગલે મોતના ખબર પણ મળ્યાં હતાં.છોટાઉદેપુરમાં ક્વાંટ તાલુકાના બુંજર ગામમાં ભારે વરસાદના પગલે બે મકાન ધરાશાયી થયાં હતાં જેમાં કાટમાળ નીચે દટાઈ જવાનો બનાવ બન્યો હતો. ભારે વરસાદના પગલે ધરાશાયી થયેલાં મકાનની દુર્ઘટનામાંબે વ્યક્તિના મોત નિપજ્યાં હતાં અને બે વ્યક્તિ ઘાયલ થઇ હતી.

આ ઘટનામાં એક બળદનું પણ મોત નિપજ્યું છે. આ બંને મકાન કાચી માટીના બનેલાં હતાં, જે વરસાદનો માર ન ઝીલી શકતાં માટીનું ધોવાણ થતાં ધરાશાયી થયાં હતાં. જેમાં શંકરભાઈ અને ગોરધનભાઈ નામના વ્યક્તિના મોત નીપજ્યાં સાથે ઘર પાસે બાંધેલ બળદનું પણ મોત નિપજ્યું છે.