વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો

અમદાવાદ- લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ગુજરાતની 26 લોકસભા બેઠકોની સાથે 4 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી. જેની મતગણતરી ચાલી રહી છે.

આ લખાય રહ્યું છે ત્યાં સુધીના મતગણતરીના ટ્રેન્ડ મુજબ કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા આ ચારેય ઉમેદવારો કોંગ્રેસના ઉમેદવારો કરતા આગળ ચાલી રહ્યાં છે. આગાઉ એવું મનાતુ હતું કે, ઊંઝા અને જામનગર ગ્રામ્યની બેઠક ભાજપ ગુમાવશે તેમજ ધાગધ્રા અને માણાવદરની બેઠક પર પણ રસાકસી થશે  પરંતુ હાલનો ટ્રેન્ડ જોતા એવું લાગે છે કે આ તમામ અનુમાનો અને અટકળો ખોટી પડશે તેમજ વિધાન સભાની ચાર બેઠકો માટેની યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ જ વિજયી થશે. આ જીત સાથે  સાથે જ ભાજપ ગુજરાત વિધાનસભામાં 100નો આંકડો પાર કરી દેશે.

કોંગ્રેસમાંથી ચાર ધારાસભ્યોએ રાજીનામું આપી બળવો કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જેથી આ ચાર બેઠકો ખાલી પડી હતી. જેમાં જામનગર ગ્રામ્યની બેઠક પરથી રાઘવજી ભાઇ પટેલ, માણાવદરની બેઠક પરથી જવાહર ચાવડા અને ધ્રાંગધ્રા બેઠક પરથી પરસોત્તમ સાબરિયા પેટા ચૂંટણી લડ્યા હતાં. જ્યારે ઉત્તર ગુજરાતના ઊંઝા બેઠક પરથી ડૉ. આશાબેન પટેલે ભાજપના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું.

પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો

     બેઠક                            ભાજપ                         કોંગ્રેસ

  • ધ્રાંગધ્રા-                     પરસોત્તમ સાબરિયા             દિનેશ પટેલ
  • જામનગર ગ્રામ્ય-           રાઘવજી પટેલ                   જયંતિ સભાયા
  • માણાવદર                    જવાહર ચાવડા                   અરવિંદ લાડાણી
  • ઉંઝા                           આશા પટેલ                      કાન્તિલાલ પટેલ

માણાવદર બેઠક પર NCPના ઉમેદવાર તરીકે રેશ્મા પટેલ ઉભા રહ્યાં