જીટીયુ પરીક્ષામાં ચોરી કેસના 358 વિદ્યાર્થીઓની સુનાવણી આજે પૂર્ણ કરશે

અમદાવાદ: ગુજરાતની સૌથી મોટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ત્રણ દિવસ ચલાવવામાં આવનાર સુનાવણીમાં જીટીયુ સંલગ્ન ૪૫૦ કોલેજો પૈકી પરીક્ષામાં ગેરરીતિ કરતાં પકડાયેલાં વિદ્યાર્થીઓની સુનાવણી કરવામાં આવી હતી.ગેરરીતિમાં ઝડપાયેલાં 358 વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવા માટે તા. ૨૭ ફેબ્રુઆરીથી ૧લી માર્ચ દરમિયાન અલગ અલગ કેસોની સુનાવણી કરવામાં આવી રહી છે.

સુનાવણીના પ્રથમ દિવસ દરમિયાન કુલ ૧૧૫માંથી ૯૮ વિદ્યાર્થીઓ તેમજ બીજા દિવસે ૧૨૪ વિદ્યાર્થીઓમાથી ૯૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. તેમ જ આવતીકાલે થનાર સુનવણીમા કુલ ૧૧૬ વિદ્યાર્થીઓ હાજર રહેશે. તેઓની સુનાવણી બાદ સજા જીટીયુ દ્વારા વેબસાઈટ પર તેમ જ જે તે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કરાશે.

અન ફેર મીન્સ વિન્ટર 2017 પરીક્ષાઓમાં કુલ 358 કેસ

 

એન્જિનીયરિંગ 148 બી.ફાર્મ 2 એમબીએ 4
ડિપ્લોમા ઇજનેરી 191 પીડીડીસી 5 એમઈ 1
બી.આર્ક 1 એમએએમ 3 એમસીએ 3