જીટીયુની પરીક્ષાઓનું ટાઇમ ટેબલ બહાર પડ્યું

૨૭૫ કેન્દ્રો અને ૪.૫ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

અમદાવાદ– ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી (જી.ટી.યુ ) ની તમામ ૨૭૫ પરીક્ષા કેન્દ્રોમાં ૨૮ એપ્રિલ, ૨૦૧૮થી વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાઓ લેવામાં આવશે, જેમાં ૪.૫ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જીટીયુની પરીક્ષા દરમિયાન ગેરરીતી રોકવા માટે દરેક કોલેજોમાં સીસીટીવી કેમેરા અને જી.ટી.યુ. સ્કોડ દ્વારા વિદ્યાર્થીઓ પર ચાંપતી નજર રાખવામાં આવશે અને જી.ટી.યુ. તરફથી દરેક પરીક્ષા કેન્દ્રમાં ઓબ્ઝર્વર મોકલવામાં આવશે.

  1. આ ઉનાળુ સત્રની પરીક્ષા ૨૮ એપ્રિલ, ૨૦૧૮એ શરૂ થશે અને ૬ જુન, ૨૦૧૮એ પૂર્ણ થશે.
  2. બેચલર ઓફ એન્જીનીયરીંગ (બી.ઇ.) (સેમેસ્ટર ૧ થી ૮)ની લેખિત પરીક્ષા તા.૨૮/ ૦૪/ ૨૦૧૮થી ૦૧/ ૦૬/ ૨૦૧૮ દરમિયાન લેવામાં આવશે.
  3. ડીપ્લોમાં એન્જીનીયરીંગ(ડીપ્લોમાં.ઇ.)ની લેખિત પરીક્ષા તા.૨૪/ ૦૪/ ૨૦૧૮થી ૦૧/ ૦૬/ ૨૦૧૮ દરમિયાન લેવામાં આવશે.
  4. બેચલર ઓફ ફાર્મસી(બી.ફાર્મ.)ની પરીક્ષા તા.૨૮/ ૦૪/ ૨૦૧૮થી ૦૧/ ૦૬/ ૨૦૧૮ દરમિયાન લેવામાં આવશે.
  5. માસ્ટર ઓફ એન્જીનીયરીંગ(એમ.ઇ.)ની પરીક્ષા તા.૦૧/ ૦૫/ ૨૦૧૮ના રોજ ચાલુ થશે અને ૨૫/ ૦૫/ ૨૦૧૮ના રોજ પૂર્ણ થશે.
  6. માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન(એમ.બી.એ)ની પરીક્ષા ૩૦/ ૦૪/ ૨૦૧૮ના રોજ ચાલુ થશે અને ૦૨/ ૦૬/ ૨૦૧૮ના રોજ પૂર્ણ થશે.
  7. માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન(એમ.સી.એ)ની પરીક્ષા ૩૦/ ૦૪/ ૨૦૧૮ના રોજ ચાલુ થશે અને ૦૨/ ૦૬/ ૨૦૧૮ના રોજ પૂર્ણ થશે.