બોર્ડની પૂરક પરીક્ષાઓની તારીખો જાહેર, 6 જુલાઇથી શરુ થશે…

અમદાવાદ– જુદીજુદી પરીક્ષાઓના પરિણામોની સીઝન ધોરણ 12 સાયન્સના પરિણામની સાથે શરુ થઇ ચૂકી છે. જેમાં જુલાઇમાં લેવાતી બોર્ડની પૂરક પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.

ધોરણ 10 નબળું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓ ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરેલી તારીખો પ્રમાણે આગામી જુલાઇ માસમાં 6 જુલાઇથી પૂરક પરીક્ષામાં બેસી શકશે. જ્યારે ધોરણ 12માં પૂરક પરીક્ષા આપવા માટેની તારીખો 9 જુલાઇથી શરુ થાય છે.

ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવવાનું હજુ બાકી છે પરંતુ આ માસના અંતમાં બંને પરિણામ આવી જાય તેવી સંભાવના છે.

ધોરણ 12 માટેની પરીક્ષાઓ બપોરના સેશનમાં યોજાશે જ્યારે ધોરણ 10 માટેની પૂરક પરીક્ષાઓ સવારની સેશનમાં યોજાશે.

ધોરણ 10માં 6 જુલાઇએ સવારે ગુજરાતી ભાષા અને પ્રથમ ભાષાના પેપર લેવાશે જ્યારે એ જ દિવસે બપોરની સેશનમાં  વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર લેવાશે. 7 જુલાઇએ સવારની સેશનમાં સામાજિક વિજ્ઞાન અને બપોરની સેશનમાં અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર લેવાશે. 8 જુલાઇએ સવારે ગણિત અને બપોરે દ્વિતીય ભાષાના પેપર લેવાશે.

જ્યારે ધોરણ 12 માટેની 9 જુલાઇએ શરુ થતી પૂરક પરીક્ષામાં સવારે ગુજરાતી ભાષાનું પેપર લેવાશે.

ઉલ્લેખનીય છે કે ધોરણ 10માં બે વિષય અને અને ધોરણ 12માં એક વિષયમાં નાપાસ થયેલાં વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાઓ લેવામાં આવે છે જેથી કરીને આ પરીક્ષામાં પાસ થઇ જાય તો વિદ્યાર્થીનું આખું વર્ષ બગડતું નથી. આ વર્ષે આશે પોણા ચાર લાખ વિદ્યાર્થીઓ પૂરત પરીક્ષા આફે તેવી ધારણા શિક્ષણ બોર્ડને છે.