સરકારી મેડિકલ કોલેજોના રેસિડેન્ટ અને ઇન્ટર્નીસ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં વધારો

0
1202

ગાંધીનગર- સરકારી મેડીકલ કોલેજોના રેસીડેન્ટ ડોક્ટર્સ અને ઇન્ટર્નીસના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારાનો લાભ ૫૦૯૪થી વધારે ડોક્ટરોને મળશે, જેનાથી રાજ્ય સરકારને વાર્ષિક રૂ.૭૦ કરોડ જેટલો બોજ પડશે.રાજ્ય સરકારની મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસ. પછી અભ્યાસ કરતા અને સેવાઓ આપતાં તબીબોને મદદરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે. જેમાં અગાઉ જે દરો મળતા હતાં તેવા મેડીકલ ઇન્ટર્ન ડોક્ટરોને રૂ.૧૦૭૮૦ની જગ્યાએ રૂ.૧૩૦૦૦, ડેન્ટલમાં રૂ.૯૪૬૯ને બદલે રૂ.૧૨૦૦૦, ફિઝીયોથેરાપીમાં રૂ.૫૮૨૪ના બદલે રૂ.૮૦૦૦ રૂપિયા અપાશે.

એ જ રીતે મેડીકલ રેસીડેન્ટ ડીગ્રી ધારકોમાં પ્રથમ વર્ષના તબીબોને રૂ.૨૮૦૦૦ની જગ્યાએ રૂ.૬૦૦૦૦, બીજા વર્ષ માટે રૂ.૪૨૪૮૦ની સામે રૂ.૬૧૦૦૦, ત્રીજા વર્ષ માટે રૂ.૪૩૫૧૦ની જગ્યાએ રૂ.૬૨૫૦૦, ચોથા વર્ષના સીનીયર રેસીડેન્ટ માટે રૂ.૪૬૦૦૦ના બદલે રૂ.૬૬૦૦૦ અને ક્લીનીકલ આસિસ્ટન્ટને રૂ.૪૩૫૧૦ના બદલે રૂ.૬૬૦૦૦ ચુકવાશે.

આ ઉપરાંત મેડીકલ રેસીડેન્ટ સુપર સ્પેશ્યાલિટીમાં પ્રથમ વર્ષના તબીબોને રૂ.૪૫૫૮૦ના બદલે રૂ.૭૨૦૦૦, બીજા વર્ષમાં રૂ.૪૭૬૬૦ના બદલે રૂ.૭૫૦૦૦, ત્રીજા વર્ષમાં રૂ.૪૯૭૩૦ની જગ્યાએ રૂ.૮૦૦૦૦ તથા મેડીકલ રેસીડેન્ટ ડીપ્લોમામાં પ્રથમ વર્ષમાં રૂ.૩૩૧૫૦માં વધારો કરીને રૂ.૪૫૦૦૦, બીજા વર્ષમાં રૂ.૩૩૯૮૦ની જગ્યાએ રૂ.૪૯૦૦૦ તથા ડેન્ટલ રેસીડેન્ટ ડીગ્રીમાં પ્રથમ વર્ષમાં રૂ.૩૬૪૦૦ના બદલે રૂ.૪૭૦૦૦, બીજા વર્ષમાં રૂ.૩૭૩૧૦ના બદલે રૂ.૪૮૫૦૦ અને ત્રીજા વર્ષમાં રૂ.૩૮૨૨૦ના બદલે રૂ.૪૯૭૦૦ ચુકવાશે તથા ફિઝીયોથેરાપી રેસીડેન્ટ ડીગ્રીમાં પ્રથમ વર્ષમાં રૂ.૧૬૮૦૦ના બદલે રૂ.૨૧૦૦૦, બીજા વર્ષમાં રૂ.૨૧૦૦૦ના બદલે રૂ.૨૬૦૦૦ તથા આયુર્વેદિક અને હોમિયોપેથીક ઇન્ટર્સને રૂ.૫૨૦૩માં વધારો કરીને રૂ.૯૦૦૦ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદિકમાં પ્રથમ વર્ષમાં રૂ.૨૫૨૦૦ના બદલે રૂ.૩૦૦૦૦, બીજા વર્ષમાં રૂ.૨૬૬૦૦ના બદલે રૂ.૩૩૦૦૦ અને ત્રીજા વર્ષમાં રૂ.૨૮૦૦૦ની જગ્યાએ રૂ.૩૪૦૦૦ સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ દાખવીને મળેલ રજુઆતોને ધ્યાને લઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તબક્કાવાર સ્ટાઇપેન્ડના દરો સુધારવામાં આવ્યા છે.