સરકારે નમતુ જોખ્યુંઃ કોંગ્રેસના ધારાસભ્યોનું સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્શન

ગાંધીનગરઃ ભાજપ-કોંગ્રેસ વચ્ચે આજે કોંગ્રેસના ધારાસભ્યોના સસ્પેન્શન અને અધ્યક્ષ સામે અવિશ્વાસ દરખાસ્તને લઈને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું અને કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોનું સસ્પેન્શન માત્ર બજેટ સત્રની સમાપ્તિ સુધી રાખવામાં આવ્યું છે. પહેલા કોંગ્રેસના ધારાસભ્યોનું સસ્પેન્સ 3 વર્ષનું હતું. તો કોંગ્રેસ દ્વારા પણ અધ્યક્ષ સામેની અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચવામાં આવી છે.ભાજપ- કોંગ્રેસે સસ્પેન્સન અને અધ્યક્ષ સામે અવિશ્વાસના દરખાસ્તને લઈને બેઠક યોજાઈ હતી, જેમાં સીએમ વિજય રૂપાણી, પ્રદીપસિંહ જાડેજા, પંકજ દેસાઈ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા વચ્ચે બેઠક યોજાઈ હતી. સત્તા પક્ષ વિપક્ષના ધારાસભ્યોના સસ્પેનશન ઘટાડા માટે બન્ને પક્ષો સંમત થયા છે. અાગામી ચોમાસું સત્રમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો માફી માગશે. બંને પક્ષો દ્વારા પોતાની દરખાસ્તો પરત ખેંચવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો છે અને નિયમ અનુસાર પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યાના સાત દિવસમાં આ મુદ્દે ચર્ચા થવી જરૂરી છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરવાનો વિવાદ હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો. વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવમાં ભાગ લેવા અને તેમનું સસ્પેન્શન રદ્દ કરવાની માંગણી સાથે કોર્ટમાં અરજન્ટ હિયરિંગની માંગ કરાઈ હતી. જો કે હવે ગુજરાત સરકાર નમતું જોખ્યું છે, અને સત્ર સમાપ્તિ સુધીનું સસ્પેશન કર્યું છે, જે મુદ્દા પર કોંગ્રેસ સમંત થઈ ગઈ છે.

ગુજરાત વિધાનસભાનું સત્ર 28 માર્ચે પૂર્ણ થઈ રહ્યું છે.