58,000 રુપિયાની નકલી નોટો પોતાના ખાતાંમાં જમા કરાવી!

0
1203

સોમનાથ- નકલી નોટો બનાવી બજારમાં ફરતી કરવાના એક ઓર કિસ્સામાં શાતિર બેંકગ્રાહકે 58 હજાર રુપિયાની નકલી નોટો જમા કરાવી દેવાનો કારસો પાર પાડ્યો હતો.

મળતી વિગત પ્રમાણે ગીરસોમનાથ જિલ્લાના કોડીનારમાં સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની શાખામાં એક ગ્રાહકે પોતાના ખાતામાં ડુપ્લિકેટ નોટો જમા કરાવી છે. આ વ્યક્તિએ પોતાના ખાતામાં રુપિયા પ૮ હજારના મૂલ્યની 2000ની 29 નકલી નોટો જમા કરાવી હતી.

આ ગફલો બેંકવાળાની નજરે ત્યારે ચડ્યો જ્યારે માર્ચ મહિનાની શરૂઆતમાં 2000 રુપિયાની 29 નકલી નોટો બેંકના સીડીએેમ મશીન મારફત પોતાના બચત ખાતામાં જમા કરાવ્યાનું બેંકની કામગીરી દરમ્યાન નજરે ચઢ્યું..

બેંકની તપાસમાં સૂત્રાપાડા તાબાના ખેરા ગામના કુલદીપ ખેર નામના શખ્સ દ્વારા આ રકમ ભરાઇ હોવાનું સાબિત થયું છે. બેંક અધિકારીએ આ મામલે પોલિસ ફરિયાદ નોંધાવી છે અને પોલિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.