‘ચાય પે ભારી’ : અમૂલ દૂધના ભાવમાં મોટો વધારો, તો પશુપાલકોને અપાશે લાભ…

આણંદઃ અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલે દ્વારા દૂધના ભાવમાં લિટર દીઠ 2 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાની સીધી અસર સામાન્ય જનતાના બજેટ પર પડશે પરંતુ સામે પશુપાલકોને ફાયદો પણ થશે. દૂધના ભાવમાં લિટરદીઠ જે 2 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે તે વધારાનો 80% ભાગ પશુપાલકોને વહેંચવામાં આવશે.

અમૂલના ચેરમેને જણાવ્યું કે, આવનારા સમયમાં હજુ ભાવ વધવાની શક્યતાઓ છે. દાણ અને ઘાસચારો મોઘોં થતા કંપનીએ પશુપાલકોના હિત માટે દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી અમૂલ ડેરી દ્વારા ખેડૂતોને ફરી એક વાર ખરીદભાવમાં રૂપિયા 10નો કિલોફેટ દીઠ વધારો જોવા મળી રહ્યો છે.

    • અમૂલ ગોલ્ડ દૂધના લિટરના રૂપિયા 54
    • અમૂલ શક્તિ દૂધના લિટરના રૂપિયા ૫૦
    • અમૂલ તાજા દૂધના લિટરના રૂપિયા 42 
    • છાશનું પેકિંગ ૫૦૦ મિલીલિટરનું પેકિંગ ૪૫૦ મિલીલીટર થયું
    • છાશના પેકિંગમાં રૂ ૫૦ મિલીલીટર ઓછું કરાયું
    • મસ્તી દહીં એક કિલોના રૂપિયા 5નો વધારો થતાં હવે 55 રૂપિયામાં વેચાશે

અમૂલ દ્વારા દૂધના ભાવોમાં કરવામાં આવેલા વધારાથી પશુપલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દૂધના ભાવોમાં વધારો થવાથી સામાન્ય જનતાના બજેટ પર તેની સીધી અસર જોવા મળી શકે છે. જ્યારે ગૃહિણીઓના બજેટમાં પણ દૂધના ભાવમાં વધારાને કારણે ફર્ક પડી શકે છે. અમૂલે દૂધની ખરીદીના ભાવમાં પણ વધારો કર્યો છે. આ ઉપરાંત ભેંસના દૂધમાં પ્રતિકિલો ફેટે રૂ.10 અને ગાયના દૂધમાં પ્રતિકિલો ફેટે રૂ.4.60નો વધારો કરવામાં આવ્યો છે.