રેડી ફોર વાયબ્રન્ટ સમિટ-2019….અદભૂત લાઈટિંગનો નજારો માણો…

0
1359

રાજ્ય સરકાર દ્વારા દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી શૃંખલા માટે વાયબ્રન્ટ ગાંધીનગર પુરે પુરૂ સજજ થઈ ગયું છે.

મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯નું ૧૮મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા દેશ-વિદેશના ડેલીગેટ્સની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવશે.

મહાત્મા મંદિરને અદ્યતન રોશનીથી સજાવટ કરાઈ છે. ઉપરાંત દાંડી કુટિર ખાતે પણ મીઠાના ઢગલા પર થ્રીડી પ્રોજેક્શન લેઝર શોનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન કરશે.

દાંડી કુટિરને પણ અદ્યતન રોશનીથી શણગારવામાં આવ્યું છે.

ઉપરાંત ગાંધીનગરના રાજમાર્ગો,વિધાનસભા ભવન સહિત સરકારી ઈમારતો, સર્કલો તથા અન્ય સ્થળોને પણ રોશનીથી શણગારવામાં આવ્યા છે.