LRD પેપર લીકનો રેલો પહોંચ્યો દિલ્હી, ગુજરાત પોલીસને મળી આ સફળતા

અમદાવાદ- લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં દિવસે ને દિવસે નવા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે, ત્યારે ગુજરાત પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. LRD પેપર ખરીદનાર પ્રિતેશ પટેલ અને અજય સિંહ પરમારને દિલ્હી લઇ ગઇ હતી. જ્યાં આરોપીઓને પ્રશ્નપત્ર બતાવવામાં આવ્યું હતુ એ લોકેશન પર લઇ જવામાં આવ્યાં હતાં.ગુજરાતનાં બે પીએસઆઈએ દાવો કર્યો છે કે તેમને સીસીટીવી ફૂટેજમાં આ બંન્ને આરોપીઓની અવરજવર જોવા મળી રહી છે. જેનાથી મોટી કળી હાથ લાગી છે. મહત્વનું છે કે, અત્યારસુધીમાં આ મામલે કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં પી.વી.પટેલ (વાયરલેસ પીએસઆઇ), રૂપલ શર્મા (ગાંધીનગર હોસ્ટેલની રેક્ટર), મુકેશ ચૌધરી (ભાજપ કાર્યકર), મનહર પટેલ (ભાજપ કાર્યકર), નરેન્દ્ર ચૌધરી, અજય પરમાર, ઉત્તમસિંહ ભાટી, પ્રિતેશ પટેલ (લીક પેપર ખરીદનાર), જયેન્દ્ર રાવલ (ભાજપનો કાર્યકર), ભરત ચૌધરી, નવભાઈ વાઘોડીયા, સંદીપ ચૌધરી, યશપાલસિંહ સોલંકીનો સમાવેશ થાય છે.દિલ્હીની ગેંગ પોતાની કારમાં આવી હતી. જયારે પરિક્ષાર્થીઓની ચાર ગાડી ગુડગાવમાં જ મુકી દેવામાં આવી હતી અને પોતાની ગાડીઓમાં તેમને દિલ્હી લઈ જવામાં આવે છે. દિલ્હી પહોંચી પાંચ પાંચના ગ્રુપમાં આ પરિક્ષાર્થીઓ અલગ-અલગ થાય છે. જેમને અલગ-અલગ જગ્યા પર લઈ જવામાં આવે છે. દિલ્હીની ગેંગ દ્વારા તેમને પેપર, તેની આન્સરશીટ આપવામાં આવે છે. ત્યારબાદ બે કલાક બાદ ફરી દિલ્હીની એક જગ્યા પર ચાર ગાડીઓ ભેગી થાય છે અને પરિક્ષાર્થીઓને બેસાડી ફરી ગુડગાવ છોડી દે છે. તમામ પરિક્ષાર્થીઓ 30 તારીખે રાત્રે નીકળી ગુજરાત અલગ અલગ રીતે પરત આવે છે.