કૌભાંડી વિનય શાહની પત્નીના 6 દિવસના રિમાન્ડ મંજૂર, નવા ઘટસ્ફોટની શક્યતા

અમદાવાદ- રૂપિયા 260 કરોડનું ફુલેકું ફેરવનાર વિનય શાહના પત્ની ભાર્ગવી શાહ ગઈકાલ મોડીરાતે સીઆઈડી સમક્ષ હાજર થયા હતા, ત્યારે આજે સીઆઈડી ક્રાઈમે પૂછપરછ કર્યા બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામા આવ્યા હતા. કોર્ટે ભાર્ગવી શાહના 6 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે સમગ્ર મામલે વધુ કેટલાક ઘટસ્ફોટ થઇ શકે છે.ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ સમક્ષ સરન્ડર થયા પછી ભાર્ગવી શાહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સીઆઈડીના વકીલે 28 જેટલા કારણો રજૂ કરીને તેમની સઘન તપાસ કરવાની હોવાથી 14 દિવસના રીમાન્ડની માંગ કરી હતી. વિનય શાહ દ્વારા આચરવામાં આવેલી છેતરપીંડીની ભાગીદાર ભાર્ગવી શાહ છે, જેથી તેમને પણ વિદેશમાં તેમણે ઘણી પાર્ટી કરી છે, અને તેના સીસીટીવી પણ સામે આવ્યો છે. કોણે પૈસાનું રોકાણ કર્યું છે. સ્વપ્નીલ રાજપુતના સંબધ અને તેમની સાથે વિનય શાહની લેવડદેવડ અંગે પણ જાણકારી મળે તેમ છે. વિનય શાહ કેવી રીતે રૂપિયા ડબલ કરી આપતા હતા, તેમજ ભાર્ગવી શાહે પુરાવા પણ સગેવગે કર્યા હોઈ શકે છે, આમે સઘન પુછપરછ માટે 14 દિવસના રીમાન્ડ માંગ્યા હતા. બીજી તરફ બચાવ પક્ષના વકીલે કોર્ટમાં કહ્યું હતુ કે ભાર્ગવી શાહએ ગૃહિણી છે, અને વિનય શાહે કરેલ છેતરપીંડી સાથે કોઈ સીધો સંબધ નથી. તે પોતે શીરડીમાં હતી. તેમના પર પિતા અને પુત્રની જવાબદારી છે.
કોર્ટે બન્ને પક્ષની દલીલ સાંભળવ્યા પછી 13 ડીસેમ્બર સુધીના રીમાન્ડ મંજૂર કર્યા હતા.

સમગ્ર મામલે પોલીસે કૌભાંડી વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવીની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં બે ફોર વ્હીલર અને બે ટૂ વ્હીલર, પાલડીમાં તેના 4 ફ્લેટને સીઝ કરવાની કાર્યવાહી માટે કલેક્ટરને લેખિતમાં રજૂઆત મોકલવામાં આવી છે. 260 કરોડનાં કૌભાંડ મામલે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યા મુજબ વિનય શાહની કંપનીના જુદી-જુદી બેંકોમાં કુલ 7 ખાતા હતા. જે ખાતામાં 10 લાખ 18 હજાર 5 રૂપિયાનું બેલેન્સ છે.