ડીપીટી(કંડલા પોર્ટ ટ્રસ્ટ)ની જમીન મુક્ત કરવાની માગણી સાથે ચેમ્બરની રેલી…

ગાંધીધામઃ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઉપરાંત અન્ય કેટલાંક વેપારી સંગઠનો તથા વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા શુક્રવારે જગી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.ડીપીટી( અગાઉ કંડલા પોર્ટ ટ્રસ્ટ તરીકે ઓળખાતા) વિરુદ્ધ ગાંઘીધામ તથા આદિપુર ટાઉનશિપની જમીનની લીઝને મુક્ત કરી ફ્રીહોલ્ડ કરવાની માગ સાથે શુક્રવારને 7 ડિસેમ્બર, 2018ના રોજ ગાંધીધામ(કચ્છ) ખાતે જંગી રેલી યોજશે.

ફાઈલ ચિત્ર

આ રેલીમાં આશરે 25,00થી વધુ લોકો હાજર રહી પોતાની માગ પૂરી કરવા સત્તાવાળાઓ સમક્ષ અસરકારક રીતે રજૂઆત કરશે-. આ રેલીમાં ટાઉનશિપના નાગરિકોની મહત્વની સમસ્યાઓની રજૂઆત કરાશે.નાગરિકોની આ માગ આશરે પાંચ દાયકા જૂની છે. 2014માં યુપીએ કેબિનેટે ડીપીટીની 5000 એકર રહેણાંક લીઝ જમીનને મુક્ત કરવાને મંજૂરી આપી હતી.