…તો ગીત ગાવું, બૂમો પાડવી કે મિમિક્રી પ્રતિબંધિત, પોલિસ કાર્યવાહી થશે

અમદાવાદ- અમદાવાદ પોલિસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા એક જાહેરનામાને લઇને ભારે ચર્ચા છેડાઇ રહી છે. પોલિસની નિયમિત પ્રક્રિયા હેઠળ પોલિસને કોઇપણ પ્રકારા આંદોલન કે વિરોધ પ્રદર્શનને નિયંત્રણ કરવાનો અધિકાર હોય છે જેનો ઉપયોગ કરતાં અધિસૂચના જાહેર થતી હોય છે.

પ્રતીકાત્મક તસવીર

તો, વાત એમ છે કે અમદાવાદમાં ગીત ગાવા પર, જોરજોરથી બૂમો પાડવા પર અને મિમિક્રી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. શહેર પોલિસનું માનવું છે કે જાહેરમાં આ પ્રકારના વર્તનથી અન્ય લોકોની સુરક્ષાનું ઉલ્લંઘન થાય ચે અને તે સમસ્યા પેદા કરે છે.એક રીપોર્ટ પ્રમાણે પોલિસ કમિશનર એ કે સિંઘે ઉપર દર્શાવેલી બાબતોને લઇને 7મી મેથી 21 મે સુધીમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.સાથે જ કામચલાઉ ધોરણે પ્રતિબંધ મૂકતાં બંદૂકો, ડંડા, ખંજર, વિસ્ફોટકો, તલવારો અને રામપુરી ચાકુ રાખવું પણ પ્રતિબંધિત ગતિવિધિમાં ગણવામાં આવ્યું છે.

શુક્રવારે જાહેર થયેલા આ નોટિફિકેશન પ્રમાણે વાદ્ય વગાડવું, પૂતળાં લઇને નિકળવું, બૂમો પાડવી, ગીતો ગવા અને સ્ટાઇલિશ રીતે ભાષણ આપવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. ઉપરાંત જેનાથી રાજ્યની સુરક્ષા જોખમાય તેવા કોઇપણ ચિત્ર બનાવવા, સાઈન, વિજ્ઞાપન કે એવું કંઇપણ બનાવવા પર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.

જોકે જાહેરનામામાં જણાવાયું છે કે કામચલાઉપણે આ જે બાબતો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમાં કઇ ગતિવિધિ કઇકઇ પરિસ્થિતિમાં માન્ય હશે તે પણ છે. આપને જણાવીએ કે પોલિસને આવી અધિસૂચના જાહેર કરવા માટે ક્રિમિનલ પ્રોસિજક કોડ અને ગુજરાત પોલિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.શહેર પોલિસ કમિશનર એ કે સિંહે તેને નિયમિત પ્રક્રિયા ગણાવતાં ઉમેર્યું કે પોલિસને કોઇપણ પ્રકારનું આંદોલન કે વિરોધ પ્રદર્શન નિયંત્રણમાં લેવા માટે આવો અધિકાર હોય છે.જેમ કે કોઇ જાહેર સ્થળ ઉપર ભીડ એકઠી થઈ જાય અને કોઇ રાજકીય પક્ષને ગાળો આપવા લાગે તો આ નિષેધ આદેશ અમલમાં આવી જશે.