UNના પૂર્વ સેક્રેટરી બાન કી મૂન ગુજરાતમાં, નેલ્સન મંડેલાની યોજના સંબંધે મુલાકાત

ગાંધીનગર- ફોર્મર યુ.એન. સેક્રેટરી જનરલ બાન કી મૂન અને નોર્વેના પૂર્વ પ્રધાનમંત્રી સુશ્રી ગ્રો ર્હેલેમ બ્રુન્ટલેન્ડએ મુખ્યપ્રધાન વિજયભાઇ રુપાણીની ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી.

આ બંને મહાનુભાવો હાલ ધ એલ્ડર્સ ગૃપ જે નેલ્સન મન્ડેલાએ 11 વર્ષ પહેલાં સ્થાપેલું છે તેના ઉપક્રમે ગુજરાતમાં આરોગ્ય સેવાઓ તથા સ્વાસ્થ્ય ક્ષેત્રે રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણની પ્રવૃત્તિઓથી પરિચિત થવા ગુજરાત આવ્યાં છે.

સીએમ સાથેની મુલાકાતમાં તેમણે ગુજરાતમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને જરૂરતમંદ ગરીબ પરિવારો માટે જે શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેની પ્રસંશા કરી હતી.

બાન કી મૂન અને ગ્રો ર્હેલેમ બ્રુન્ટલેન્ડએ ગાંધીનગર જિલ્લાના ઉનાવાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની પ્રત્યક્ષ મુલાકાત પણ લીધી હતી.