અમદાવાદની IIM રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે, બાકી તમામ યુનિવર્સિટી નાપાસ

અમદાવાદ– અમદાવાદની આઈઆઈએમ એનઆઈઆરએફ રેન્કિંગમાં પ્રથમ સ્થાને રહી છે. પણ ગુજરાતની એકપણ યુનિવર્સિટી, ઈન્સ્ટીયુટ, મેડિકલ, એન્જિનિયરીંગ, લૉ કે ફાર્મસી યુનિવર્સિટીને સ્થાન નથી મળ્યું. કોંગ્રેસે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની નીતિને જવાબદાર ઠેરવી છે.
NIRF રેન્કિંગમાં ગુજરાત ધોવાયું
IIMA સિવાય એક પણ ઈન્સ્ટીટ્યૂટ ટોપ ટેનમાં નહીં
ઓવરઓલ રેન્કિંગમાં ગુજરાતની એક પણ શૈક્ષણિક સંસ્થા નહીં
ટોપ ટેન યુનિવર્સિટીમાં પણ ગુજરાત બાકાત
ટોપ ટેન મેડિકલ ઈન્સ્ટીટ્યૂટમાં ગુજરાત બિમાર
ટોપ ટેન એન્જિનિયરિંગ ઈન્સ્ટીટ્યૂટમાંમાં ગુજરાત ઝીરો
ટોપ ટેન કોલેજમાં પણ ગુજરાતનો નંબર નહીં
ટોપ ટેન લો ઈન્સ્ટીટ્યૂટમાં ગુજરાત નાપાસ
ટોપ ટેન ફાર્મસી ઈન્સ્ટીટ્યૂટમાં ગુજરાત ફેઈલ
ટોપ ટેન આર્કિટેક્ટચર ઈન્સ્ટીટ્યૂટમાં ગુજરાત બાકાત
IIM-Aએ બચાવ્યું ગુજરાતનું નાક