અમદાવાદ-ગોતા નજીક થીનરના ગોડાઉનમાં લાગી આગ, 22 ફાયર ફાઇટરો ઘટના સ્થળે

0
751

અમદાવાદ-  શહેરના ગોતા વિસ્તારમાં આવેલા થીનરના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભીષણ આગને પગલે 22 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદનો ગોતા વિસ્તારમાં અનેક ફેક્ટરીઓ આવેલી છે. આજે ગોતાના સરદાર એસ્ટેટમાં આવેલી થીનરની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લગાવાની ઘટના બની હતી. ઘટનાના પગલે આસપાસના સ્થાનિક લોકો પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતાં.

આ ઘટનાને પગલે હાલ 22 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. ફેક્ટરીમાં આગ શેના કારણે લાગી તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી મળ્યા.