વેદિક ફેશન દ્વારા અમદાવાદમાં યોજાયો ફેશન શો

0
1124

અમદાવાદઃ આજની યુવા પેઢી ફેશનને લઇને ખૂબ જ સક્રિય છે. એમાં પણ વસ્ત્રોની બાબતમાં તો ખૂબ જ ધ્યાન રાખે છે. વસ્ત્ર એવું આભૂષણ છે જે તેમની સુંદરતાને ચાર ચાંદ લગાડી દે છે. શહેરમાં અવારનવાર ફેશનને લઇને ઇવેન્ટ થતી જોવા મળે છે. આવો જ એક ફેશન શો આજના રોજ અમદાવાદમાં વેદિક ફેશન દ્વારા તાજ ઉમેદ હોટલમાં નવી બ્રાન્ડ અથર્વના લોન્ચિંગ સાથે આવનાર તહેવારો માટેના વસ્ત્રો સાથે ફેશન શો યોજાયો હતો.


વેદિક ફેશન દ્વારા આવનાર નવરાત્રિના તહેવાર માટે ડિઝાઇન કરેલી કલરફુલ પ્રિન્ટેડ સ્કર્ટ્સ, ટાયર સ્કર્ટ્સ અને ફોઈલ પ્રિન્ટેડ ઘાઘરા ઉપલબ્ધ હશે. ટ્રેડિશનલ અને મોડર્ન એમ બંન્નેપ્રકારના વસ્ત્રો ઉપલબ્ધ છે, ઉપરાંત અલગ અલગ તહેવારોને ધ્યાનમાં રાખીને ક્લેક્શન રજૂ કરવામાં આવે છે. આવનાર વિન્ટર સિઝનને ધ્યાનમાં રાખીને જેમાં ફોઈલ પ્રિન્ટ કલેક્શન, જેકેટ કલેક્શન, લેયર્ડ મુઘલ કલેક્શન તથા સ્ટ્રીપ કલેક્શનનો સમાવેશ થાય છે. નવી બ્રાન્ડ અથર્વનું કલેક્શન અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોમાં પણ ઉપલબ્ધ હશે.