વરસાદે વિરામ લેતાં જગતના તાતે વાવણી શરુ કરી

અમદાવાદઃ દેશ અને રાજ્યના મોટાભાગના જીલ્લા-તાલુકામાં મેઘરાજા વરસ્યા છે. વરસાદની ચાતક નજરે સૌ કોઇ રાહ જુએ છે. પરંતુ સંતોષકારક વરસાદ ના થાય ત્યાં સુધી જગતના તાત ખેડૂતો સતત ચિંતામાં રહે છે. કારણ, ચોમાસામાં વાવણી માટે પાકને અનુકુળ સારા વરસાદની જરુર પડે છે. કેટલાક ખેડૂતો બોર-કેનાલ માંથી પાણીનો આધાર રાખી વર્ષ દરમિયાન પાકની વાવણી કરે છે. હજૂ પણ મોટાભાગના ખેડૂતો વરસાદ આધારે ખેતી કરે છે. ચારે તરફ દેશના ખેડૂતો અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ વગર એક સરખો ખેતીલાયક વરસાદ થાય એવી આશા રાખે છે. ગુજરાતના કેટલાક ગામડાંઓમાં ડાંગર સાથે શાકભાજી-ફળ-ફૂલની વાવણીની શરુઆત થઇ ગઇ છે.

કેટલાક ખેતરો વરસાદી વાતાવરણમાં લીલાં છમ થઇ ગયા છે. વરસાદની શરુઆત થી ખેતીની સાથે અન્ય જીવો પણ નિર્ભર છે. જે વાવણી સાથે અને પાક લેતી વેળાએ પોતાની ભૂખ સંતોષતા નજરે પડે છે.

(અહેવાલ-તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)