દરોડો પાડવા જતી એજન્સીને સ્થાનિક પોલીસને સાથે નહીં રાખવા DGPનો આદેશ

ગાંધીનગર- રાજ્યમાં નશાબંધી અને જુગાર ધારાનો ચુસ્તપણે અમલ થાય અને આવા અસામાજિક બનાવોના કાયમી નિવારણ માટે રાજ્યનું ગૃહ વિભાગ તમામ પ્રયત્નો કરી રહ્યું છે. આ મામલે DGP શિવાનંદ ઝાએ પત્ર લખ્યો છે. જેમાં દરોડો પાડવા જતી એજન્સીને રેડ સમયે સ્થાનિક પોલીસને સાથે નહીં રાખવા આદેશ, સ્થાનિક પોલીસ બુટલેગરોને બાતમી આપતી હોવાની આશંકાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં નિચે જણાવેલા મુદ્દાઓનો ચૂસ્તપણે અમલ કરવા સુચના આપવામાં આવી છે.

  • બહારની એજન્સીઓએ સ્વતંત્ર રીતે રેઈડ કરવાની રહેશે.
  • બહારની એજન્સી અને સ્થાનિક પોલીસને એક સરખી બાતમી મળે તેવા કિસ્સામાં બહારની એજન્સી કે સ્થાનિક પોલીસ રેડ વાળા સ્થળે પ્રથમ પહોંચે તે એજન્સીની સ્વતંત્ર રેડ ગણવામાં આવશે.
  • બહારની એજન્સી દ્વારા પાડવામાં આવતી રેડ દરમિયાન સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવે તો સ્થાનિક પોલીસનો રેડ પાર્ટીમાં સમાવેશ કરવામાં નહી આવે અને કોઈ ચીલા ચાલુ કારણો માન્ય રાખવામાં નહીં આવે.