આગામી 4 વર્ષમાં દવાઓ પર થતો ખર્ચ 12 ટકા સુધી વધશે

અમદાવાદઃ ઈન્ડિયન ડ્રગ મેન્યુફેકચરિંગ એસોસિએશનનો ફાર્મેક ઈન્ડિયાની નવમી એડીશનનો પ્રારંભ થઈ ગયો છે. ત્રિદિવસીય આ કાર્યક્રમ લાઈવ ડેમો, એક્સલુઝિવ પ્રોડકટસ  અને લેટેસ્ટ ફાર્માસ્યુટિકલ ટેકનોલોજીનો સમન્વય ધરાવતો ફાર્મા ઉદ્યોગના સહયોગીઓ માટે મહત્વનો સમારંભ છે, જેના ઉદઘાટનમાં ઉદ્યોગની જાણીતી હસ્તીઓ હાજર રહી હતી.

આ સમારંભમાં ભારતની ટોચની 15 કંપનીઓ સાથે બાયર-સેલર મીટનું આયોજન કરાયુ છે, જેનો ઉદ્દેશ નાના અને મધ્યમ કદના એકમોને તેમની પ્રોડક્ટસ દર્શાવવા અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરીંગ માટેના દ્વાર ખોલવાનો છે. વધુમાં વૈશ્વિક ધોરણો અનુસાર નવી ફાર્મોકોવિજીલન્સ સિસ્ટમના સંદર્ભમાં આ એક્સપો ક્લિનિકલ રિસર્ચ ક્ષેત્રે બદલાતી સ્થિતિ અંગે પરામર્શ કરીને વિદેશી કંપનીઓને ભારતમાં ક્લિનીકલ રિસર્ચ હાથ ધરવા માટેના દ્વાર ખોલશે.

આ પ્રસંગે અમિત બક્ષીએ જણાવ્યું હતું કે “નાનું એકમ હોય કે મોટું, દરેકે સ્પર્ધામાં ટકી રહેવા માટે તફાવત ઉભો કરીને ટકી રહેવાનું રહેશે. એકમનું વિસ્તરણ માત્ર દેખાય તેવું નહીં કરીને બિઝનેસમાં ઈનોવેશન અને સોફ્ટ પાસામાં રોકાણ કરવાનું વલણ રાખવું જોઈએ.”
એફડીસીએના ડેપ્યુટી કમિશ્નર શ્રી વી.આર. શાહે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં ફાર્મા ઉદ્યોગસાહસિકોને સંબંધ છે ત્યાં સુધી તે તમામ મુશ્કેલી અને વિપરીત પરિસ્થિતિઓ પાર કરીને સ્થાનિક અને વિદેશી બજારમાં સફળતાના શિખરો પાર કરતાં રહ્યા છે.સીડીએસસીઓ અમદાવાદના ડેપ્યુટી ડ્રગ કન્ટ્રોલર અરવિંદ કૂકરેટીએ જણાવ્યું હતું કે નિયમનની નવી માર્ગરેખાઓમાં ઉત્પાદનના સ્થળથી પ્રોડક્ટસ તરફ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ માર્ગરેખાઓમાં ફાર્માસ્યુટિકલ ક્વોલિટી સિસ્ટમ, ક્વોલિટી મિસમેનેજમેન્ટ, પ્રોડક્ટ ક્વોલિટી રિવ્યુ વગેરે જેવા મહત્વના પરિબળોનો સમાવેશ કરાયો છે.”

જીસીસીઆઈના પ્રમુખ શ્રી જયમીન વસાએ કહ્યું કે ભારતમાં વર્ષ 2017માં  33 બિલિયન ડોલરથી વધીને  2018 થી 2022 સુધીમાં દવાઓ પાછળ થતો ખર્ચ 9 થી 12 ટકા જેટલા એકંદર સરેરાશ વૃધ્ધિ દરથી વધવાની સંભાવના છે. ભારતના ફાર્મા ઉદ્યોગની નિકાસ 2017માં 17.27 યુએસ અબજ ડોલર જેટલી રહી છે અને વર્ષ 2020 સુધીમાં વધીને 20 અબજ યુએસ ડોલર જેટલી થશે lsc p ફાર્મેક ઈન્ડીયા -2018માં ક્લિનિકલ રિસર્ચ ક્ષેત્રે બદલાતી સ્થિતિ અંગે પરામર્શ કરીનેવિદેશી કંપનીઓને ભારતમાં ક્લિનીકલ રિસર્ચ હાથ ધરવા માટેના દ્વાર ખોલશે.
ફાર્મેક ઈન્ડિયા નાના અને મધ્યમ કદના એકમોને સહાયરૂપ બનીને તથા આગામી દિવસોની તરાહો, પડકારો અને તકોને ધ્યાનમાં લઈને આવક વૃધ્ધિમાં સહાયરૂપ થશે. અંદાજે 100 જેટલા એક્ઝીબીટર્સ આ ફાર્મા ઈવેન્ટમાં પોતાના મજબૂત પાસાંઓની ઘનિષ્ટ રજૂઆત કરી રહ્યા છે.

ત્રણ દિવસના આ સમારંભમાં ફાર્માસ્યુટિકલ મશીનરી એન્ડ એન્જીનિયરીંગ, ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન્સ, બલ્ક ડ્રગ્ઝ, વેટરનરી ડ્રગ્ઝ, એડીટીવ્ઝ અને ઈન્ટરમિડિયેટ, ફાર્મા એન્સીલિયરી અને યુટીલિટી સર્વિસીસ અને મેઈન્ટેનન્સ જેવા વિષયો પર વિસ્તૃત નિદર્શન કરાશે.

રેફ્રીજરેશન, પેકેજીંગ, પ્રિન્ટીંગ અને બારકોડીંગ, ફાર્માસ્ટુયિકલ ઉદ્યોગ માટે સોફ્ટવેર અને મેનેજમેન્ટ, ક્લિન રૂમ ટેકનોલોજી, સેફ્ટી ઈક્વિપમેન્ટસ તથા અન્ય ઘણી બધી ચીજો પ્રદર્શિત કરાશે.