નર્મદામાં MPના 11 શહેરના ગટરના પાણીઃ ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ

અમદાવાદ– નર્મદાના પાણીને લઇને હજુ પણ રાજ્યમાં ઘણાં કામ બાકી છે ત્યારે ઘેરઘેર નર્મદાનું પાણી પહોંચાડતાં પહેલાં તેમાં થતાં પ્રદૂષણને રોકવા ગુજરાત હાઇકોર્ટે નોટિસો ફટકારી છે.. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, નર્મદાવિભાગ, કેન્દ્રીય પેય જલ વિભાગને નોટિસ ફટકારી છે.

મધ્યપ્રદેશમાં નર્મદામાં ઠલવાઇ રહેલાં ડ્રેનેજ વોટરનો મામલો એચસીમાં ચાલી રહ્યો છે. જેને લઇને આ નોટિસો ફટકારવામાં આવી છે.

એચસીમાં અરજદારની રજૂઆતે કરી છે કે નર્મદામાં મધ્યપ્રદેશના 11 સિટીના ડ્રેનેજનું પાણી ઠલવાય છે. વિવિધ સંસ્થાના સાયન્ટિફિક રીપોર્ટ મુજબ નર્મદાનું પાણી પીવાલાયક કે ઘરવપરાશ માટે લાયક રહ્યું નથી.. નર્મદાનું પાણી ગુજરાત આવે છે તેથી જીપીસીબી એમપી સરકારને રજૂઆત કરે કે 11 શહેરના ડ્રેનેજ વોટરને નર્મદામાં ઠલવાતું બંધ કરે.