અમદાવાદઃ જિલ્લા ફેરબદલીનો કેમ્પ અચાનક જ રદ થતાં શિક્ષકો પરેશાન

0
1430

અમદાવાદઃ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદના રાયખડ તાલિમ ભવન ખાતે રાખવામાં આવેલો  જિલ્લા ફેરબેદલી કેમ્પ અચાનક જ રદ્દ કરી દેવામાં આવ્યો. માઇલોનું અંતર કાપીને આવેલા શિક્ષકો પરેશાન થઇ ગયા હતા.

 સરકારના શિક્ષણ વિભાગમાં જુદા જુદા ગામોની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોને જિલ્લાની ફેરબદલીઓ માટે કેમ્પ કરવામાં આવતા હોય છે. અમદાવાદના રાયખડ તાલિમ ભવન ખાતે 14 ફેબ્રુઆરીના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ. પરંતુ ગુજરાતના જુદા જુદા ગામડાંઓમાંથી આવેલા 200 જેટલા  શિક્ષકો હાજર થયા બાદ અચાનક જ ફેરબદલીની પ્રક્રિયાને રદ્દ કરી દેવાઇ છે.

એમ જાહેરાત કરવામાં આવી. જિલ્લા ફેરબદલીનો કેમ્પમાં મહિલા શિક્ષકો પણ આવ્યા હતા. અચાનક જ કેમ્પ રદ્દ કરી દેવામાં આવતાં બાળકો સાથે આવેલ મહિલાઓ  હેરાન પરેશાન થઇ ગઇ હતી.