અમદાવાદ: ગાંધી આશ્રમની સર્વધર્મ પ્રાર્થનામાં જોડાયો ગાંધી પરિવાર

અમદાવાદ: ગાંધી આશ્રમ ખાતે દાંડી યાત્રાના 89 વર્ષ બાદ અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ઉમટ્યા છે. જેમાં સમગ્ર ગાંધી પરિવાર ઉપરાંત દેશના મોટા ગજાના નેતાઓ હાજર રહ્યાં હતાં. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા અમદાવાદ આવી પહોંચ્યા હતા. ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ સભામાં હાજરી આપી હતી. બાપૂના પ્રિય એવા વૈષ્ણવજન તો તેને કહીએ પણ ગાયકવૃંદ દ્વારા ગાવામાં આવ્યું હતું.

ગાંધી આશ્રમમાં પ્રાર્થનાસભા યોજી ઐતિહાસિક દિનની ઉજવણીમાં હાજરી આપવા માટે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના નેતાઓ ખાસ બસમાં ગાંધી આશ્રમ પહોંચ્યા હતાં. જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ વિશેષ કારમાં આશ્રમ પહોંચ્યા હતાં. ગાંધી આશ્રમ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તમામનું સુત્તરની આંટી પહેરાવીને સ્વાગત કર્યું હતું.

ગાંધી આશ્રમ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તમામનું સુતરની આંટી પહેરાવીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સોનિયા ગાંધી, ડો. મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી વાડ્રા, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ બાપૂની તસવીરને સુત્તરના હાર પહેરાવીને અજંલી આપી હતી. CWCની બેઠક પહેલા ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ ગાંધીજીએ દાંડી યાત્રા કરી હતી. આ અગાઉ 1961માં ભાવનગરમાં CWCની બેઠક મળી હતી.

અમદાવાદમાં CWCની બેઠકમાં હાજરી આપવા કોંગ્રેસી નેતા દિનશા પટેલ પણ અમદાવાદ પહોંચ્યા હતા.જ્યાં લોકસભાની ચૂંટણી મુદ્દે દિનશા પટેલે મોટું નિવેદન આપ્યું છે.દિનશા પટેલે જણાવ્યું કે હું લોકસભાની ચૂંટણી નથી લડવાનો. જોકે કોંગ્રેસના ઉમેદવારને મદદ કરીશ તેમ પણ જણાવ્યું હતું.