કોંગ્રેસના કાર્યકર્તાની તાકાત બનશે શક્તિ પ્રોજેક્ટ

અમદાવાદ2019 માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તમામ પક્ષોએ  પોતાના સારા દેખાવ માટે કમર કસવાનું શરુ કરી દીધું છે. મોટા નેતાઓની તોડ જોડની સાથે વિચારધારા ધરાવતા કાર્યકર્તાઓને આકર્ષવા રાજકીય પક્ષો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.

શહેરના કોંગ્રેસ કાર્યાલયમાં આજે કાર્યકર્તા-નેતા અને ઉચ્ચ પદો પર બેઠેલા લોકોનું એક એકબીજા સાથે સમન્વય જળવાઇ રહે તે હેતુથી “શક્તિ પ્રોજેક્ટ” લોન્ચ કરવામાં આવ્યો છે. ટેકનોલોજીના યુગમાં દરેક પક્ષો  મિસ્ડ કોલ, એસ.એમ.એસ, સોશ્યલ મિડીયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. એવા સમયમાં “શક્તિ પ્રોજેક્ટ” થી કાર્યકર્તાનો અવાજ અને સ્થાનિક વાત મોવડી મંડળ જરુર સુધી પહોંચશે એમ કોગ્રેસ પક્ષના તમામ નેતાઓ માની રહ્યા છે.

શક્તિ પ્રોજેક્ટને લોન્ચ કરવા માટે આજે કાર્યાલય પર અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા, તુષાર ચૌધરી, મનિષ દોશી સહિત  દિગ્ગજ નેતાઓની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(અહેવાલ-તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)