સીએમ રુપાણીએ દેવર્ષિ નારદની આમ કરી નાંખી સરખામણી…

0
1259

અમદાવાદ- ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી આરએસએસની મીડિયા શાખા વિશ્વ સંવાદ કેન્દ્રના એક કાર્યક્રમમાં એક નિવેદન આપી ઘણાંની આંખે ચડી ગયાં છે. સીએમ રુપાણી દેવર્ષિ નારદ જયંતિની ઉજવણી માટે આરએએસ આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા પત્રકારોને સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું કે ‘દેવર્ષિ નારદ ગૂગલની જેમ બધું જ જાણતાં હતાં.’તેમણે વધુમાં નારદજી વિશે જ્ઞાન વહેંચતાં જણાવ્યું હતું કે નારજને આખી દુનિયાની જાણકારી હતી જેવી રીતે આજકાલ ઇન્ટરનેટ સર્ચ એન્જિન ગૂગલને છે. આજે પણ પ્રાસંગિત છે કે નારદ તમામ માહિતીઓ ધરાવનાર હતાં. માનવતાની ભલાઇ માટે જાણકારી મેળવવી તેમનો ધર્મ હતો અને આજે તેની જરુર છે.

આ નિવેદન તેમણે લોકતંત્રમાં મીડિયાના મહત્ત્વ વિશે તેમના વિચારો રજૂ કરતાં સમયે આપ્યું હતું. પત્રકારોને નારદ જેવા આદર્શ ધરાવવાની શીખ આપતાં નારદને યાદ કર્યાં હતાં અને પીએમ મોદીના નિવેદનનો હવાલો આપતાં કહ્યું કે મીડિયા સરકારના કામકાજ પર ટીપ્પણી કરી શકે છે પરંતુ તેણે નિષ્પક્ષ અને વિશ્વસનીય હોવું જોઇએ.