અમદાવાદની જેમ બધાં મોટા શહેરમાં ટ્રાફિક-પાર્કિગ ઝૂંબેશના આદેશ

ફાઈલ ચિત્ર

ગાંધીનગર-મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના તમામ મહાનગરોમાં અમદાવાદ મહાનગરની જેમ જ ટ્રાફિક નિયમન અને પાર્કિંગ પ્લેસ ખુલ્લા કરી નાગરિકોને વાહન યાતાયાત અને વાહન પાર્કિંગની કોઈ સમસ્યા ન રહે અને સગવડતા મળે તે માટેની ઝૂંબેશ તાત્કાલિક શરૂ કરવા આદેશો આપ્યા છે.

મુખ્યપ્રધાનના આ આદેશોનો ત્વરિત અમલ કરવા તાત્કાલિક બુઝવારે મોડી સાંજે રાજ્યના મુખ્ય સચીવ ડૉ.જે.એન.સિંહે ડી.જી.પી. શિવાનંદ ઝા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચીવ  તિવારી તેમજ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચીવ મુકેશ પુરીને સાથે રાખી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરના મ્યૂનિસિપલ કમિશનરો અને પોલીસ કમિશનરો, સતા વાહકો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આ આદેશોના ચુસ્ત અને કડક પાલન માટે માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.