ગાંધીઆશ્રમ પહોંચી કોંગ્રેસની બઘડાટી, ધાનાણી બેઠાં ઉપવાસ પર

0
1236

અમદાવાદ- પેઢલા સહિત અન્યત્ર થયેલાં મગફળીકાંડ મુદ્દે કોંગ્રેસની બઘડાટી અમદાવાદના ગાંધીઆશ્રમ પહોંચી છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે ગાંધીઆશ્રમમાં 72 કલાકનું પ્રતીક ઉપવાસ આંદોલન કરવા પહોંચ્યાં છે.ધાનાણીએ હૃદયકૂંજની મુલાકાત લઇ બાપુને પ્રણામ કર્યા હતાં. તે બાદ તેમના સાથીઓ સહિત પોતાનો ઉપવાસ કાર્યક્રમ શરુ કરી દીધો હતો.

મગફળીની બોરીઓમાં ધૂળ અને ઢેફાં નીકળવાના  વ્યાપક કૌભાંડને લઇને યોગ્ય તપાસની માગ સાથે પરેશ ધાનાણી ક્રમશઃ રાજ્યના અળગ અલગ સ્થળે ઉફવાસ આંદોલન કરી ભ્રષ્ટાચાર મુદ્દે સરકારની ઉદાસીનતા હોવાના આક્ષેપ સાથે જનતાનું ધ્યાન ખેંચી રહ્યાં છે ત્યારે ભાજપ દ્વારા તેમના આક્ષેપો ફગાવી દેતાં કોંગ્રેસની ચૂંટણી લક્ષી રાજનીતિ હોવાનું જણાવવામાં રહી છે.