‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-2019’ના ફાઈનલ રાઉન્ડમાં આ ૧૧ નાટક મુંબઇમાં ભજવાશે…

નવસારી: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-2019’ (વર્ષ 13મું)ના પ્રથમ ચરણના ૧૯ નાટકોની ભજવણી થઈ હતી. આમાંથી ૧૧ નાટકોની પસંદગી નિર્ણાયકો – પ્રસિદ્ધ નાટ્યકાર પ્રવિણ સોલંકી (મુંબઈ), ડૉ. મહેશ ચંપકલાલ (વડોદરા) અને ભાર્ગવ ઠક્કર (અમદાવાદ)એ કરી હતી. નિર્ણાયકોએ જણાવ્યું હતું અમે જે નાટકો પસંદ કર્યા છે એ વિષય, ભજવણી, માવજતના વૈવિધ્યવાળા છે.

ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાત અને મુંબઈમાંથી એન્ટ્રી માટે આવેલા ૪૮ નાટકો પૈકી પ્રારંભિક સ્પર્ધા માટે 19 નાટકોની પસંદગી થઈ હતી. એ પૈકી અમદાવાદ ખાતે 6, ભાવનગર ખાતે 6 નાટકો અને 7 નાટકો નવસારી ખાતે ભજવાયા હતા.

અંતિમ સ્પર્ધા માટે પસંદ થયેલા નાટકો હવે ૩ થી ૧૩ જાન્યુઆરી, 2019 દરમ્યાન ભવન્સ-ચોપાટી, મુંબઈ ખાતે ભજવાશે.

પસંદ થયેલા નાટકોની યાદી આ મુજબ છેઃ

મનુ દામજી – પરમ, સુરત

સ્ટોરી – તમન્ના સાંસ્કૃતિક સોસાયટી, જામનગર

ભારતીબેન ભુલા પડ્યા – શો પીપલ, મુંબઈ

ઉર્ફે આલા – વ્હીસલ બ્લોઅર ગ્રુપ, અમદાવાદ

ડાર્ક સિક્રેટ – સ્વરમ્ એન્ટરટેઇનમેન્ટ, સુરત

ઋણાનુબંધ – રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સુરત

એક આત્મા શુધ્ધ, ગૌતમ બુધ્ધ – આર્ટિઝમ થિયેટર, સુરત

અરીસો – મ.કા.બો. ડો. ગીરીશ દાણી, મુંબઈ

ફાયનલ ડ્રાફ્ટ – વૈભવ સોની, વડોદરા

સંભવ અસંભવ – ધ્વનિ- પ્રિયાંસી પરફોર્મીંગ આર્ટસ, સુરત

જીના ઇસીકા નામ હૈ – ધુમકેતુ નાટ્ય સંસ્થા, મુંબઈ

સુરતના શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્સ (એસઆરકે), જીવન ભારતી મંડળ (સુરત), એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ (ભૂજ), રાજવી જોશી- રાજ થિયેટર, નવસારીમાં સાંસદ સી.આર. પાટીલ, પ્રેમભાઈ લાલવાણી જેવા અનેકના સહયોગથી આ સ્પર્ધા યોજાઈ હતી.