મુખ્યપ્રધાન આજે રાજકોટમાં કલા મહાકુંભનો પ્રારંભ કરાવશે

0
666

રાજકોટઃ આજથી રાજકોટ ખાતે કલા મહાકુંભનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી આજે સાંજે રાજકોટના હેમુ ગઢવી હોલમાં રાજ્ય સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા આયોજિત કલા મહાકુંભનો પ્રારંભ કરાવશે.

કલામહાકુંભમાં કુલ 4 લાખ 94 હજાર ક્લારસિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે જિલ્લા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં 4 લાખ 40 હજાર જેટલા કલા પ્રેમીઓએ ભાગ લીધો હતો. રાજ્ય સરકાર તરફથી આ વિવિધ સ્પર્ધામાં વિજેતાઓને કુલ 3 કરોડના પુરસ્કારો ઇનામો આપવામાં આવે છે.

રાજ્ય માં 4 પ્રાદેશિક કક્ષાએ યોજાયેલી સ્પર્ધાના વિજેતાઓ માટે આ વર્ષે કલામહાકુંભની રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ રાજકોટ અને ભરૂચ એમ બે શહેરોમાં યોજાઈ રહી છે.