વિડીયો: CM રુપાણીએ મેટ્રોના મોક અપ કોચનું કર્યું લોકાર્પણ

અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ મેટ્રો રેલના મોક અપ કોચને આજે જાહેર જનતાના નિરીક્ષણ અને માહિતી માટે ખુલ્લો મુક્યો હતો. તેમણે કહ્યું કે આ કોચ કોરિયાથી મોડેલ તરીકે આવ્યો છે જે મેટ્રો ટ્રેનની સુવિધા કેવી હશે તેનો ખ્યાલ નાગરિકોને આપશે.

મુખ્યપ્રધાને જણાવ્યું કે કહ્યું કે જાન્યુઆરી 2019ના પ્રથમ પખવાડિયામાં અમદાવાદ મેટ્રો રેલની વસત્રાલથી એપેરલ પાર્ક ના 6.50 કી.મીટરના રૂટ પર ટ્રાયલ રન કરાશે. 2020 સુધીમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન ચાલતી થઇ જશે. તેમણે ઉમેર્યું કે સુરત મેટ્રો માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને ત્યાં પણ ગ્રાઉન્ડ વર્ક શરૂ કરીને ઝડપ ભેર કામ ઉપાડી સુરતને પણ મેટ્રો સુવિધાથી સાંકળી લેવાશે. વિજય ભાઈ રૂપાણીએ આ મોક અપ કોચનું નિરીક્ષણ મૂક બધિર બાળકો સાથે કરીને પોતાની સંવેદનશીલતાનો સહજ પરિચય આપ્યો હતો.