અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ મામલે ફેરફારની વાત…

અમદાવાદ: અમદાવાદ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવાસીને માત્ર લેવા કે મૂકવા આવતાં સગાં કે સંબંધીઓને હવે કાર પાર્કિંગનો કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં એટલું જ નહીં તે માટેના ટોલબૂથ પણ હવે એરપોર્ટ એન્ટ્રી ગેટથી નીકળી જશે.જોકે હાલમાં આ વાત શક્યતાના ધોરણે છે જે જલદી જ અમલમાં આવી શકે છે.

પ્રવાસીને લઈને આવેલા વાહને માત્ર ડે‌ડિકેટેડ પાર્કિંગ એરિયામાં વાહન પાર્ક કરવાનું રહેશે. આ ઉપરાંત જેઓ એરપોર્ટ પર વાહન પાર્ક કરશે તેમણે પણ હવે બહુ જ ઓછો પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે.

અત્યારે અમદાવાદ એરપોર્ટ પર વાહનો ૧૦ મિનિટથી વધુ વાહન રોકાય તો રૂ. ૮૫નો પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે છે ત્યારે મોટા ભાગે ટોલબૂથ પર તકરાર થાય છે ૧૦ કે ૧ર મિનિટના નિયમ સાથે પ્રવાસીને બૂથ સુધી પહોંચતાં ૧ર સેકન્ડ વધુ થાય તો પણ તેણે રૂ. ૮પ ચાર્જ ચૂકવવો પડતો હતો.

હેવી ટ્રાફિકના કારણે ગાડીઓની લાંબી લાઈનના કારણે પ્રવાસીને ઈનટાઈમ એરપોર્ટ પર ઉતાર્યા પછી વાહનચાલકને બૂથ સુધી પહોંચવામાં મોડું થઈ જતું હતું. અમદાવાદ એરપોર્ટ માટે ટૂંક સમયમાં ડે‌િડકેટેડ પાર્કિંગ પોલિસી આવશે, જેમાં એરપોર્ટ પર સગાંસંબંધીને માત્ર લેવા કે મૂકવા આવતા લોકોએ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે નહીં અન્ે ટોલબૂથ નીકળી જશે.

પ્રવાસીના સગાંસંબંધીએ ડે‌ડિકેટેડ પાર્કિંગ એરિયામાં તેનું વાહન પાર્ક કરી પ્રવાસીને લઈને કે મૂકીને નીકળી જવાનું રહેશે. જો તેઓ ડે‌ડિકેટેડ પાર્કિંગ એરિયામાં તેનું વાહન પાર્ક કરીને પછી લોન્જ કે અન્ય જગ્યાએ જશે તો તેને રૂ. ૩૦૦૦ પેનલ્ટી ચાર્જ ભરવો પડશે. હવે પ્રવાસીઓને તમામ ઝંઝટમાંથી મુક્તિ મળશે. શાંતિથી તેઓ ડે‌ડિકેટેડ પાર્કિંગ એરિયામાં સગાંને વિનામૂલ્યે ઉતારી કે લઈ જઈ શકશે.