વિવિધ સંસ્થાનોમાં અલગઅલગ છટામાં વિશ્વ યોગ દિવસ ઉજવણી

અમદાવાદઃ 21 જૂનના રોજ  વિશ્વ યોગ દિન પ્રસંગે કસરતના એક નવતર પ્રકારના સ્વરૂપ તરફ અમદાવાદીઓનું ધ્યાન ખેંચાયું હતું.વિશ્વ યોગ દિવસની પોતાના સંસ્થાનોમાં અને વ્યક્તિગત ઉજવણી કરતાં નાગરિકોમાં આબાલવૃદ્ધ સૌએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

પ્રો-કબડ્ડી લીગની ટીમ,ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ (GFG)ના ખેલાડીઓએ ગોપી ત્રિવેદીના એરિયલ યોગનો પરિચય મેળવ્યો હતો

બાયોરિધમ એન્ટીગ્રેવીટી સ્ટુડિયોનુ સંચાલન કરતાં ગોપી ત્રિવેદીએ આ ટીમને ઉત્તમ શરીર સૌષ્ઠવની શુભેચ્છા પાઠવી હતી અને તેની શરૂઆત ધ્યાનથી કરી હતી. ત્યારબાદ, ખેલાડીઓના ટોટલ બોડી વર્કઆઉટ માટેનાં કેટલાક પરંપરાગત આસન શીખાવાયાહતા.આ યોગમાં કઈ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેની સમજ વડે તેનો તેમના રોજબરોજની ફીટનેસ કવાયતમાં સમાવેશ કરવા જણાવાયું હતું. યોગ શીખવાના આ સેશનમાં ખેલાડીઓ સચિન તવર, સોનુ ગહલાવત, લલિત ચૌધરી, રૂતુરાજ કોરાવી,વિનોદ કુમાર, અમિતખરબ, સોનુ જગલાન, અંકિતબૈનસ્વાલ, સુમિત મલિકઅને ગુરવિન્દરસિંઘ સામેલ થયા હતા.

તો બીજીબાજુ નોવોટેલ અમદાવાદે તેમના કર્મચારીઓ અને મહેમાનોમાં યોગ અંગે જાગૃતિ આવે તે માટે 5મો ઈન્ટરનેશનલ યોગ ડે મનાવ્યો હતો.

યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ વર્ષ 2015માં આ દિવસને વિશ્વ યોગ દિન જાહેર કર્યો  ત્યારથી આ પૌરાણિક જીવન પ્રણાલી અને તેના લાભ અંગે વિશ્વમાં જાગૃતિ પેદા થઈ છે. આરોગ્ય અને શરીર સૌષ્ઠવને એક સમગ્રલક્ષી અભિગમ બક્ષતા આ ઠરાવમાં 177 રાષ્ટ્રો કો – સ્પોન્સર તરીકે જોડાયા હતા. નોવોટેલ, અમદાવાદે આ દિવસને ‘યોગ અને ફીટનેસના ઉત્સવ’ તરીકે વધાવવા યોગ ગુરૂ બંદાના નાથ દ્વારા સંચાલિત યોગની ખાસ બેઠકનુંઆયોજન કર્યું હતું. સવારે યોજાયેલા આ માહિતીલક્ષી અને પુન:ઉર્જા બક્ષતા કાર્યક્રમની તમામ લોકોએ પ્રશંસા કરી હતી.

અમદાવાદ વન મૉલ ખાતે તા.21 જૂનના રોજ યોજાયો હતો. ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને ઈન્ડીયા ટુરિઝમ, મુંબઈના નેજા હેઠળ ઈનક્રેડીબલ ઇન્ડિયાના હિસ્સા તરીકે અમદાવાદ વન મૉલના સંકુલમાં શ્રી ગોવિંદ દોરીયા દ્વારા યોગનું નિદર્શન યોજવામાં આવ્યું હતું.

તાજેતરમાં યોગ ટુરિઝમને દેશમાંવેગ મળતો જાય છે અને યોગ દેશમાં શરીર સૌષ્ઠવ માટે જાગૃતિનું મહત્વનું સાધન પણ બન્યો છે, પરંતુ અમદાવાદ વન મૉલ ખાતે યોગ ઘરઆંગણે મનાવાયો  ત્યારે  આ દિવસે  80 જેટલા રિટેઈલર્સ અને સ્ટાફના સભ્યો તથા અમદાવાદના ટ્રાવેલ ટ્રેડ સમુદાયના લોકો સાથે ઇન્ડિયા ટુરિઝમ, મુંબઈના  અધિકારીઓ પણ યોગ પ્રવૃત્તિમાં સામેલ થયા હતા.

આ વર્ષે  પૌરાણિક પરંપરા જાળવીનેલોકો‘ફેસ્ટીવલ ઓફ યોગ એન્ડ વેલબીઈંગ’ માં સક્રિય બન્યા હતા. યોગ પ્રવૃત્તિમાં સામેલ થયેલા લોકોને ટી શર્ટ, કેપ અને નાસ્તાની યાદગીરીની સાથે સાથે  આત્મજાગૃતિ અને સભાનતાનો સંદેશ પ્રાપ્ત થયો હતો.