સુપર ભીમના બર્થડે સેલિબ્રેશનમાં બાળકો બન્યાં મસ્ત

0
1535

અમદાવાદઃ અમદાવાદમાં આવેલા વન મોલમાં સુપર ભીમના ચાહકો માટે સુપર ભીમનો આજે જન્મ દિવસ ઉજવાયો હતો. સુપર ભીમના જન્મ દિવસને લઈને આયોજીત કાર્યક્રમમાં ગેમ્સ, પઝલ્સ, કેક્સ અને સંખ્યાબંધ આકર્ષણો હતા.

સુપર ભીમના જન્મદિવસને મનાવવા માટે આવેલા બાળકોએ અહીંયા દિવસ દરમ્યાન ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. રંગો દરેક બાળકને મનગમતી બાબત છે. અહીંયા તેમને રંગોની દુનિયા જે તેઓ ઈચ્છે તે રીતે માણવા મળી હતી. આ ઉપરાંત સાપ-સીડીની રમતમાં ઈનામ જીતવાની પણ તક હતી. આ રમતનું અહીં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. 10 ફૂટ x 10 ફૂટની  જીગસો પઝલ મુકવામાં આવ્યા હતાં. અહીં જેની ખૂબ રાહ જોવાય છે એ હાજર જવાબી સુપર ભીમ સાથે બાળકોએ ક્વિઝ રમી હતી. આ ઉપરાંત સ્વાદિષ્ટ બર્થડે કેક અને બાળકોએ ઘરે લઈ જવા માટે ગુડી બેગ્સ પણ હાજર હતી.