ભાજપ વિદેશપ્રધાન જયશંકરને ગુજરાતમાં રાજ્યસભા બેઠક પરથી ચૂંટણી લડાવશે?

અમદાવાદ- તામિલનાડુના સ્થાનિક રાજકીય પક્ષ AIADMK પર ભાજપ તરફથી તેમની ચાર રાજ્યસભા બેઠકો પૈકી એક બેઠક ભાજપના ઉમેદવાર માટે છોડવા માટે ભારે દબાણ થઈ રહ્યું છે. આ બેઠકો માટે 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. પેટાચૂંટણીમાં 22માંથી 13 જેટલી વિધાનસભા બેઠકો ગુમાવ્યાથી AIADMKને પોતાની રાજ્યસભાની બેઠક DMKના હાથમાં જતી કરવાની  સ્થિતિ ઉભી થઈ છે.

ભાજપ શરુઆતમાં વિદેશ પ્રધાન એસ. જયશંકરને તામિલનાડુમાંથી રાજ્યસભામાં નોમિનેટ કરવા માગતું હતું. કેમ કે તામિલનાડુ જયશંકરનું ગૃહરાજ્ય પણ છે. પરંતુ ભાજપે તેમને ગુજરાતમાંથી અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી બેઠક પરથી ચૂંટણી લડાવવાનું નક્કી કરી શકે છે. જોકે હજુ પણ ભાજપ AIADMK પાસેથી રાજ્યસભાની એક બેઠક ઈચ્છી રહ્યું છે જેમાં તે પોતાના કોઈ સ્થાનિક ભાજપ નેતાને રાજ્યસભામાં નોમિનેટ કરવા માગે છે.

તેમ જ AIADMKને ચૂંટણી પહેલાં ડીએમકેને પણ એક રાજ્યસભા બેઠક આપવાનું વચન આપ્યું હતું હવે જ્યારે ભાજપ પણ એક રાજ્યસભા બેઠક માગે છે ત્યારે તેની પાસે ફક્ત એક જ રાજ્યસભા બેઠક રહી જશે જ્યારે આ મામલે AIADMKની નેતાગીરીએ પોતાનો સ્પષ્ટ વિરોધ દર્શવ્યો છે. તેમનું કહેવું છે કે એકબાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે રાજ્યમાં શક્તિશાળી બની રહેલા વિરોધ પક્ષ DMKને આ મોકો મળી જશે. તે રાજ્યમાં AIADMKની છબીને વધુ ખરડવાનો પ્રયાસ કરતા ંલોકો વચ્ચે એવી છાપ ઉભી કરશે કે અમે ભાજપના સાથીદાર નહીં પણ શરણાગતિ સ્વીકારી રહ્યાં છીએ.મહત્વનું છે કે આગામી 24 જુલાઈના રોજ તામિલનાડુની 6 રાજ્યસભા બેઠકો ખાલી થશે. જ્યારે આગામી વર્ષે એપ્રિલમાં બીજી 6 રાજ્યસભા બેઠકો પણ ખાલી થશે જેમાં 4 બેઠક AIADMKની છે અને પાર્ટી આ બેઠકો DMKના ખાતામાં ગુમાવી દેશે