12 શૈક્ષણિક સંસ્થાઓમાં રૂ.118 લાખના ખર્ચે બાયોઇન્ફર્મેટિક્સ લેબ તૈયાર થશે

0
723

અમદાવાદઃ રાજ્યમાં બાયોઇન્ફર્મેટિક્સ ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકારના બાયોટેક્નોલોજી મિશન દ્વારા છેલ્લા બે વર્ષમાં કુલ રૂ.૧૧૮ લાખના ખર્ચે રાજ્યની ૧૨ શૈક્ષણિક/સંશોધન સંસ્થાઓને બાયોઇન્ફોર્મેટિક્સ લેબની રચના માટે સહાય આપવામાં આવી છે તેમ આજે વિધાનસભા ગૃહમાં પુછાયેલા વિવિધ પ્રશ્નોના લેખિત જવાબમાં જણાવાયું હતું.

૩૧ ડીસેમ્બર ૨૦૧૮ ની સ્થિતિએ રાજ્યમાં બાયોઇન્ફોર્મેટિક્સ ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને વેગ આપવા માટે રાજ્ય સરકારના સ્ટેટ બાયોટેક્નોલોજી મિશન દ્વારા શું પગલાં લેવાયા છે અને છેલ્લા બે વર્ષમાં શિક્ષણ અને સંશોધનને વેગ આપવા માટે કયાં કયાં પગલાઓ લેવામાં આવ્યા આ સંદર્ભે વિધાનસભા ગૃહમાં ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલ, મજુરા ધારાસભ્ય હર્ષ સંઘવી, વડોદરા ધારાસભ્ય મનિષા વકિલ, ઇડર ધારાસભ્ય હિતુ કનોડિયા અને અમરાઈવાડી ધારાસભ્ય હસમુખભાઈ પટેલ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા.

ગૃહમાં પૂછાયેલા પ્રશ્નોનાં પ્રત્યુત્તરમાં જણાવાયું હતું કે રાજ્યમાં બાયોઇન્ફર્મેટિક્સ ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકારનાં બાયોટેક્નોલોજી મિશન દ્વારા છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. ૧૧૮ લાખના ખર્ચે રાજ્યની ૧૨ શૈક્ષણિક/સંશોધન સંસ્થાઓને બાયોઇન્ફોર્મેટિક્સ લેબની રચના માટે સહાય આપવામાં આવી છે.

રાજ્યની ત્રણ જુદી જુદી સંસ્થાઓમાં સુપર કોમ્પ્યુટીંગ ફેસીલીટી સ્થાપવામાં આવી છે. બાયોટેકનોલોજી ક્ષેત્રે સંશોધન માટે રાજ્ય સરકારે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરની રચના કરી છે. જેમાં બાયો ઇન્ફોર્મેટિક્સ ક્ષેત્રે સંશોધન માટેની અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તે ઉપરાંત ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરને ‘શેયર્ડ ફેસીલીટી’ તરીકે જાહેર કરવામાં આવ્યુ છે.