ભારત બંધઃ ગુજરાતમાં ઠેરઠેર દેખાવો, જાનમાલને ભારે નુકશાન

અમદાવાદ– સુપ્રીમ કોર્ટના એસસી-એસટી એક્ટ અંગે ચુકાદાના વિરોધમાં દલિતોના સમુદાયે ભારત બંધનું એલાન આપ્યું છે. જેને ગુજરાતના દલિત આગેવાન જિગ્નેશ મેવાણીએ સમર્થન જાહેર કરીને સાંરગપુરમાં દેખાવો કરવા આહ્નન કર્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પણ દલિતો દ્વારા અપાયેલા બંધને ટેકો જાહેર કર્યો છે. આજ સવારથી ગુજરાત વિવિધ શહેરો અને હાઈવે પર દલિતોએ વિરોધ પ્રદર્શન કર્યા છે, અને રોડ રસ્તા પર બેસી જઈને ચક્કાજામ કર્યા છે. અમદાવાદમાં સ્થિતી વધુ વણસી હતી. BRTS અને AMTSની અનેક બસના કાચ તોડ્યા હતા. સરકારી વાહનોને નુકશાન કરાયું હતું. સારંગપુરમાં ટોળાએ પોલીસ પર હૂમલો કર્યો હતો, અને પોલીસે ટીયરગેસ સેલ છોડ્યા હતા.

આજના ગુજરાત બંધમાં સરકારી જાનમાલને ખુબ નુકશાન થયું હતું. બહારગામથી ટ્રેન દ્વારા અમદાવાદ આવતાં પ્રવાસીઓને બસ કે ટેક્સી કે ઓટોરીક્ષા નહી મળતાં ખુબ હેરાન પરેશાન થયા હતા. નોકરી જતાં આવતાં લોકોને પણ ખુબ પરેશાની સહન કરવી પડી હતી. સ્કુલમાં ચાલતી પરીક્ષાઓને કારણે વિદ્યાર્થીઓ સમયસર સ્કુલ પહોંચી શક્યા ન હતા.

  • અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં દલિતોએ મોટી સંખ્યામાં રસ્તા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ટ્રાફિકજામ કર્યો હતો.
  • અમદાવાદના સારંગપુર વિસ્તારમાં તોફાની ટોળુ વિફર્યું, પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા
  • કાંકરિયા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે દલિતોએ દુકાનો બંધ કરાવી હતી. રસ્તા પર વિરોધ કર્યો અને સુત્રોચ્ચાર કર્યા હતા, તેમજ ટ્રાફિક જામ કર્યો, પોલીસ બોલાવવી પડી.
  • ચાંદખેડા વિસ્તારમાં દલિતોએ રેલી કાઢીને પ્રદર્શન કર્યું હતું.
  • સુરક્ષાના કારણોસર અમદાવાદમાં બીઆરટીએસ બંધ કરાઈ છે, સીટીએમ વિસ્તારમાંથી સમાચાર મળી રહ્યા છે.
  • અમદાવાદના અમરાઈવાડી તેમજ સીટીએમ અને જશોદાનગરના પુનિત નગર પાસે દલિતોએ દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કર્યો, પોલીસ બોલાવાઈ
  • પ્રદર્શનકર્તાઓ દ્વારા અમદાવાદમાં 15 બીઆરટીએસ બસની હવા કાઢવામાં આવી, બે બસના કાચ તોડ્યા, બીઆરટીએસ રૂટ બંધ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા
  • AMTSની કેટલીક બસોને ડેપો પર રાખવા સુચના અપાઈ
  • વડોદરામાં કોઠી ચાર રસ્તા પર દલિત સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું
  • અમદાવાદની AMTS બસને કેટલાક રૂટ ડાયવર્ટ કરાયા
  • ગાંધીનગરના પથિકાઆશ્રમ ખાતે રસ્તા પર દલિતોના દેખાવો, ચક્કાજામ કરી વાહન વ્યવહાર બંધ કરાયો
  • અમદાવાદના આંબાવાડીમાં દલિતોએ સરકારી વાહનો અટકાવ્યા
  • રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ચક્કાજામ કર્યો
  • અમદાવાદમાં કૉલેજો બંધ રાખવા એનએસયુઆઈ દ્વારા ફુલ આપીને કરાઈ માંગ
  • રાજકોટનો ક્રિસ્ટલ મોલ બંધ કરાવાયો
  • અમદાવાદનો ગાંધી આશ્રમ આશ્રમ સંચાલકો દ્વારા બંધ કરાયો
  • અમદાવાદ-બાવળા રોડ, અને સુરેન્દ્રનગર લિંબડી રોડ પર ચક્કાજામ
  • રાજકોટમાં એસટી બસમાં તોડફોડ
  • તારાપુર બગોદરા હાઈવે ચક્કાજામ કરાયો
  • અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી ભાવસાર હોસ્ટેલ પાસે વિરોધ પ્રદર્શન, વાહનો અટવાયા
  • બોટાદમાં ટ્રેન રોકી દલિત સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન
  • ભાવનગર-સુરેન્દ્રનગર પેસેન્જર ટ્રેન રોકી વિરોધ, ગભરાયેલા મુસાફરો ટ્રેનમાંથી ઉતર્યા
  • ગાંધીધામમાં પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ
  • અમદાવાદઃ સારંગપુર વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ દુકાનોમાં કરી તોડફોડ, દુકાન માલીકો સાથે ટોળાનો દુર્વ્યવહાર 
  • વડોદરામાં પ્રદર્શનકારીઓ દ્વારા ટ્રેન રોકવાનો પ્રયાસ, રેલવે ટ્રેક પર બેસી પ્રદર્શનકારીઓ દ્વારા વિરોધ
  • વડોદરામાં એક યુવક ટ્રેનના એન્જીનમાં ચડીને કર્યો વિરોધ, પોલીસે યુવકને સમજાવીને નીચે ઉતારવાનો પ્રયાસ, પોલીસે સંયમ રાખીને પરીસ્થિતીને કંટ્રોલમાં કરવાના પ્રયત્નો કર્યા
  • કડી-ચાણસ્મા રૂટ પર એસટી બંધ કરાઈ
  • ધોળકા- અમદાવાદ રૂટ પર એસટી બંધ કરાઈ
  • અમદાવાદથી પ્રભાવિત વિસ્તારોમાં એસટી બસો બંધ કરાઈ
  • પોરબંદર-રાણાવાવ એસટી સેવા બંધ
  • અમદાવાદમાં અનેક એએમટીએસ અને બીઆરટીએસ બસના કાચ તૂટ્યા