રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય પર હુમલો

0
1523

રાજકોટ–  ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય સતીષ શિંગાળા પર હુમલો આજે સવારે કરવામાં આવ્યો હતો. રાજકોટના રૈયા ચોકડી વિસ્તારમાં સતીષ શિંગાળા પર હુમલો થયો હતો.આ સંદર્ભે શહેરના યુનિવર્સિટી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ  અને પ્રાથમિક માહિતી પ્રમાણે રુપિયાની લેવડદેવડ મામલે હુમલો થયો હોવાનું જાણવા મળે છે.

સતીષ શિંગાળા પર હુમલો કરનારા ચાર શખ્સ હતાં અને ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલિસના જણાવ્યાં પ્રમાણે હુમલો કરનાર શખ્સ સતીષના પૂર્વ પાર્ટનર છે. શિંગાળાને સાધુ વાસવાણી  રોડ પરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં.