CM રુપાણીની મુંબઈમાં ટાટા સન્સ, હીરાનંદાની ગ્રુપ સાથે બેઠક, કુલ 15 ગ્રુપ સાથે બેઠક

મુંબઈઃ મુખ્યપ્રધાન વિજય રુપાણી આજે મુંબઈમાં વાઈબ્રન્ટ સમિટ 2019ને લઇને બેઠકોનો દોર યોજી રહ્યાં છે. જેમાં વાયબ્રન્ટ સમિટ 2019ના ભાગરૂપે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગગૃહો સાથે રાજ્યમાં વિવિધ ક્ષેત્રે મૂડી રોકાણો મેળવવવા બેઠકોનો દોર આજે સવારથી શરુ કર્યો છે.સીએમ રુપાણી દિવસ દરમિયાન 15 જેટલા પ્રતિષ્ઠિત ઉદ્યોગ જૂથોના વરિષ્ઠ સઁચાલકોને વન ટુ વન બેઠકમાં મળવાના છે. આજે વન ટુ વન બેઠકના પ્રથમ તબક્કામાં ટાટા સન્સ લિમિટેડ આરપીજી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ હીરાનંદાની ગ્રુપના સઁચાલકોને  મળીને ગુજરાતમાં તેમના પ્રોજેક્ટના ભાવિ રોકાણો માટે ફળદાયી પરામર્શ કર્યો હતો.સીએમ રુપાણીએ તેમને આગામી વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા નિમંત્રણ આપવા સાથે આ રોકાણોને વાસ્તવિક સ્વરૂપ આપવા અનુરોધ કર્યો હતો

આ બેઠકમાં ગુજરાતના વિકાસને આગળ કરીને ગુજરાત આંતરમાળખાકીય સુવિધાઓમાં દેશનું અગ્રણી રાજ્ય છે તેનો વ્યાપક લાભ લેવા પણ આ ઉદ્યોગકારોને સૂચવ્યું હતું તેમણે ડિફેન્સ સેક્ટર અને એરો સ્પેસ સેક્ટરમાં પણ ગુજરાતમાં રોકાણની તકોની સંભાવનાઓ અંગે પણ વાતચીત કરી હતી

ગિફ્ટ સિટી હવે ગ્લોબલ ફાયનાન્સિયલ હબ બન્યું છે ત્યારે આ સઁચાલકો પોતાના રોકાણ અને કારોબાર ત્યાં શરૂ કરે તે માટે પણ સીએમે ચર્ચાવિમર્શ કર્યો હતોઆ સાથે સન ફાર્માના દિલીપ સંઘવીએ પણ મુખ્યપ્રધાન સાથેની બેઠકમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં રીંન્યુએબલ એનર્જી ના ઉપયોગ અંગે વિશદ પરામર્શ કર્યો હતો

તેમણે રીંન્યુએબલ એનર્જી ક્ષેત્રે સન ફાર્મા રોકાણ કરવા ઉત્સુક છે તેની પણ ચર્ચા સીએમ રુપાણી સાથે કરી હતી. મુખ્યપ્રધાને યુનાઈટેડ ફોસ્ફરસના ચેરમેન આર ડી શ્રોફ સાથે પણ વન ટુ વન બેઠક કરી છે.