મહિલાના ઘરમાં ગેરકાયદે ઘૂસવા બદલ હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશ સામે ગુનો દાખલ કરાયો

0
1851

અમદાવાદ- પાટીદાર અગ્રણી નેતા હાર્દિક પટેલ, કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી સામે ગાંધીનગરમાં ગુનો નોંધાયો છે. દારુ માટે જનતા રેઇડ કરવા ગયાં ત્યારે મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. જેથી આ મહિલાએ ફરિયાદ દાખલ કરી છે.

અમદાવાદના સોલા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં ચાર વ્યક્તિને દેશી દારુ પીધા પછી ઝેરની અસર થઈ હતી, તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં અને હાલ તેમની સારવાર ચાલી રહી છે, જો કે આ ઘટના પછી હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ સક્રિયતા દાખવીને જનતા રેઇઢની જાહેરાત કરી હતી.

જે દરમિયાન  ત્રણેય જણ સાથે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં દારુ પકડવા માટે જનતા રેઇડ કરી હતી, તે દરમિયાન ગાંધીનગરમાં સેકટર 21માં રહેતાં મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. આ મામલે મહિલાએ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.