સાણંદમાં આવતીકાલે અમિત શાહનો રોડ શો

0
960

અમદાવાદઃ આગામી 23મી તારીખના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજાવાનું છે. તમામ પક્ષો પોતાના અંતિમ સમયના પ્રચારના કાર્યમાં લાગેલા છે. ત્યારે આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ આવતીકાલે સાણંદમાં રોડ શો કરશે. અમિત શાહ સાણંદના દરબારગઢથી બપોરે 12 વાગ્યે પોતાના રોડ-શો ની શરુઆત કરશે અને ત્યારબાદ તેઓ રોડ-શો મારફતે જનતા સુધી પહોંચશે અને પ્રચાર કરશે.