AMCનો સપાટોઃ 60 એકમો કરી દીધાં સીલ, હજુ કાર્યવાહી ચાલુ

અમદાવાદ- બીટ પ્લાસ્ટિક પોલ્યૂશન કેમ્પેઇન હેઠળ અમદાવાદ કોર્પોરેશને બુધવારે કરેલા ચેકિંગમાં કુલ 1,298 કિલો જ્થ્થો જપ્ત કર્યો, 4,25,700 રુપિયા ચાર્જ વસૂલ્યો, 902 નોટિસ ફટકારી અને 60 જેટલા એકમ સીલ કર્યાં છે.

ફાઇલ તસવીર

અમદાવાદના તમામ ઝોનમાં હેલ્થ વિભાગ દ્વારા ચા-કોફીની લારીઓમાં વપરાતાં પ્લાસ્ટિક કપ અને રેપરના વેચાણ અને ઉત્પાદન કરતાં ધંધાકીય એકમો સામે ડ્રાઇવ યોજાઇ હતી. કોર્પોરેશને મધ્ય ઝોનમાં 8, ઉત્તર ઝોનમાં 9, નવા પશ્ચિમ ઝોનમાં 17, પૂર્વ ઝોનમાં 10, દક્ષિણ ઝોનમાં 16 એમ કુલ મળીને 60 ધંધાકીય એકમ સીલ કરી દીધાં હતાં.

કોર્પોરેશને જણાવ્યું છે કે હજુ પણ આ પ્રકારની કામગીરી દ્વારા સઘનપણે ચેકિંગ અને પગલાં લેવામાં આવશે અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.