અમદાવાદમાં એક વિસ્તારમાં મૂકાયાં હવા શુદ્ધ કરતાં 6 મશીન્સ, પ્રદૂષણથી બચાવશે

અમદાવાદ- બોપલ ઘુમા નગરપાલિકા દ્વારા એક ખાનગી કંપની સાથે MOU કરીને બહારના વાતાવરણમાં પ્રદૂષણ નિયંત્રણ કરતા 6 Air pollution controller machine મુકવામાં આવ્યા છે.પૂણેની એક કંપની જોડે કરાર કરીને બોપલ ઘુમા નગરપાલિકાએ પ્રદૂષણથી નાગરિકોને રાહત મળે તે માટે સુંદર પગલું લીધેલું છે.

આ મશીન હવામાથી ઘાતક એવા PM ૨.૫ અને ૧૦ ને પણ વાતાવરણમાંથી ૩૫ થી ૪૦% ઓછા કરે છે. Machine અંદર ઇનલેટ પ્રદૂષિત હવાને ખેંચે છે પછી એના ફિલ્ટરમાં તે જ હવાને ચોખ્ખી કરી આઉટલેટથી બહાર છોડે છે. ઘાતક રજકણોની સાથે આ મશીનાે ગંધ,દુર્ગંધ,વેહિકલ ફયુમ્સ તથા સ્મૉગને પણ અંદર ખેંચી લે છે.
શરૂઆતમાં બોપલઘુમા નગરપાલિકામાં ૬ મશીન લગાવવામાં આવ્યાં છે અને પછી result પ્રમાણે તેમાં
બદલાવ કરીને બીજા વિસ્તારમાં આ machines લગાવવામાં આવશે.

મશીન અહીં છેઃ

૧)સોબો સેન્ટરે ચાર રસ્તા પર ૪ યુનિટ.
૨)બિગ ડેડી સ્કૂલ ચાર રસ્તા પર ૧ યુનિટ.
૩)હનુમાન મંદિર પાસે ૧ યુનિટ

ઉપર મુજબ પ્રથમ તબક્કામાં આ હવા પ્રદૂષણ નિયંત્રણ કરતાં machine લગાવવામાં આવ્યાં છે.ગુજરાત ખાતે સૌ પ્રથમ Air Pollution Controller મુકવાની કામગીરી હાથ ધરાઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું.