અમદાવાદ ખોડલધામની નવી ટીમ જાહેર, આ છે 21 આગેવાનો..

અમદાવાદ– પાટીદાર સંસ્થા ખોડલધામ ધ્વારા અમદાવાદ માટે નવી ટીમ જાહેર કરવામાં આવી છે.પાટીદારો પરના વર્ચસ્વને લઇને આગામી સમયમાં લોકસભા ચૂંટણીઓના વાયક વચ્ચે અનામતના મુદ્દે સંગઠનની આ નિમણૂકોને રાજકીય પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવી રહી છે.ખોડલધામના સુપ્રીમો નરેશ પટેલ અને દિનેશ કુંભાણીએ અમદાવાદની આ નવી ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં એક કન્વીનર, પાંચ સહકન્વીનર, પાંચ ઉપપ્રમુખ, પાંચ મંત્રી અને પાંચ સહમંત્રીની નિમણૂક કરી તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે.
જેમાં પ્રકાશ મોરડીયા અમદાવાદના કન્વીનર બનાવવામાં આવ્યા છે. ધ્રુવ તોગડીયા, સંજય ભંડેરી, જિગ્નેશ સાવલીયા, હસમુખ કસવાળા જેવા ચહેરાઓને સ્થાન મળ્યું છે.

આ છે એ 21 આગેવાન

કન્વીનર- પ્રકાશભાઈ મોરડીયા

સહકન્વીનર- સંજય ભંડેરી, હસમુખભાઈ કસવાળા,  ભાવિકભાઈ પેથાણી, જિગ્નેશભાઈ સાવલીયા અને
ધ્રુવ તોગડીયા

ઉપપ્રમુખ- પરેશભાઈ સાવલીયા, અલ્પેશભાઈ પટેલ, બિપીનભાઈ ઢોલરીયા, નીલેશભાઈ રામાણી, પંકજભાઈ ઠુંમર

મંત્રી- રાજેશભાઈ પદમાણી, સુરેશભાઈ કરકર, બકુલભાઈ ધામેલીયા, જીતુભાઈ વોરા, ભાવેશભાઈ કોરાટ

સહમંત્રી-પીયૂષભાઈ ધાનાણી,પ્રશાંતભાઈ વિરાણી,રાકેશભાઈ રાદડીયા, હસમુખભાઈ વસાણી અને ઘનશ્યામભાઈ કસવાળા