અમદાવાદઃ હવે ટ્રાફિક પોલિસની નવી ડ્રાઈવ, લક્ઝરી બસો ઉપાડી લીધી

0
1659

અમદાવાદ– શહેરમાં સક્રિયતા દાખવી રહેલ ટ્રાફિક પોલિસ વિભાગે અમદાવાદના માર્ગો પર વાહનવ્યવહારમાં સરળતા રહે તે માટે હરસંભવ કોશિશમાં લાગેલી જણાય છે ત્યારે શહેરમાં  વધુ એક ડ્રાઈવ યોજી છે. ખાસ કરીને તોતિંગ લક્ઝરી બસોને શહેરના મુખ્ય માર્ગો પર પ્રવેશતી અટકાવવા ડ્રાઈવ યોજાઈ છે.

કાર્યવાહીના ભાગરુપે અમદાવાદ શહેરમાં સવારે 7 વાગ્યા બાદ પ્રવેશતી 11 લકઝરી બસને ડિટેઇન કરાઈ હતી. એલિસબ્રિજ પોલીસે બસ બ્જે કરી ડ્રાઈવર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી..