અમદાવાદમાં ટ્રાફિક બૂથો બન્યાં ગરીબોના આવાસ…

અમદાવાદ– નાના મોટા શહેરના માર્ગો પર વાહન વ્યવહારનું વ્યવસ્થિત સંચાલન થાય એના માટે ટ્રાફિક પોલીસ મુકવામાં આવે છે. માર્ગો વચ્ચે જ વરસાદ, ધોમધખતો તડકો કે ઠંડીમાં ફરજ બજાવતા ટ્રાફિકના જવાનોને સરકાર તરફથી જે કાંઇ મદદ મળતી હોય એની સાથે કેટલીક સામાજિક સંસ્થાઓ તેમ જ કંપનીઓ પોતાની જાહેરાતના આશયથી માર્ગ પર કેટલીક સગવડો પુરી પાડે છે. પોલીસના રક્ષણ કે વ્યવસ્થા માટે કેનોપી, ટ્રાફિક બૂથ જેવી કેટલીક ચીજવસ્તુઓનો આપવામાં આવે છે. પરંતુ કેટલીક વાર મોબાઇલ કંપનીઓ, બિલ્ડર્સ કે અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલી ચીજવસ્તુઓ જુદા જુદા કારણો સર ભંગારમાં ફેરવાઇ જાય છે. ક્યારેક વીવીઆઇપી બંદોબસ્ત કે સુરક્ષાના નામે હટાવાયેલા બૂથ ફરી માર્ગો પર મુકાતા નથી અને માર્ગોના ખૂણે કે ફૂટપાથો પર મુકી દેવામાં આવે છે. ક્યાંક રસ્તે રઝળતાં ભીખારીઓ કે ખાનાબદોશ લોકો ટ્રાફિક પોલીસ માટે મુકવામાં આવેલા બૂથ પર કબજો જમાવીને બેસી જાય છે. પ્રસ્તુત તસવીર યુનિવર્સિટી અને પંચવટી પાસે ફૂટપાથ પર પડી રહેલા ટ્રાફિક બૂથ જાળવણી અને ઉપયોગ વગર ભંગારની જેમ પડેલા નજરે પડે છે.

તસવીર-અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ