અમદાવાદઃદુકાનદારની દાદાગીરીને લઇ શ્રીજી ટાવરની ભોંયરાની આગે લીધું વિકરાળ રુપ

અમદાવાદ– આગ લાગવી અને તેના કારણમાં માનવીય ભૂલોના કારણે વિકરાળ સ્વરુપે ફેલાય ત્યારે વસ્તુસ્થિતિ ગંભીર બની જાય છે. અમદાવાદના ગુરુકુલ વિસ્તારમાં  હિમાલય મોલ સામે આવેલ શ્રીજી ટાવરમાં લાગેલી આગમાં આ હકીકત સામે આવી રહી છે.

બપોરે ગેસનો બાટલો ફાટતાં ભોંયરામાં આગ લાગી હતી. શ્રીજી ટાવરના ભોંયરામાં હેમંત ટાયર નામની દુકાનની નીચે બનાવેલ ભોયંરાની આગ વિકરાળ સ્વરુપે ઉપર સુધી ફેલાઈ કારણ કે આગ ઓલવવાના સંજોગો પ્રતિકૂળ બની રહ્યાં એ તો ખરું જ ઉપરાંત દુકાન માલિકે ચાવી આપવાનો ઇન્કાર કરવાની દાદાગીરી પણ કરી હતી.દુકાન માલિકે કોઈપણ પરવાનગી વિના ટાયરો રાખવા માટે ગો઼ાફનની ડેમ ઉપયોગ કરવા આ ભોંયરું બનાવ્યું હતું. રહીશોના જીવ આગને ફેલાતી જોઇ પડીકે બંધાયા અને ફાયરને જાણ કરવામાં આવી. ફાયરબ્રિગેડે આખું દસ માળનું ટાવરજેમાં 100 ફ્લેટ છે તે ખાલી કરાવીને રહીશોનું રેસ્ક્યૂ કર્યું હતું.