SBSનો પદવીદાન સમારોહ યોજાયો

અમદાવાદ- શહેરની મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ‘શાંતિ બિઝનેસ સ્કૂલ’નો (એસ.બી.એસ)  7મો પદવીદાન સમારંભ યોજાયો. આ પ્રસંગે સિન્ટેક્સ ઇન્ડ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એસ.બી. દાંગયચ મુખ્ય અતિથિ અને ડો. જતીન પંચોલી, ફાઇનાન્સ હેડ, મિડલસેક્સ યુનિવર્સિટી, લંડન ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યાં હતાં.પદવીદાન સમારોહમાં  મેનેજમેન્ટની વિવિધ શાખાઓ જેવીકે માર્કેટિંગ, ફાઇનાન્સ, કમ્યુનિકેશન, ઇન્ટરનેશનલ બિઝનેસ, હ્યૂમન રીસોર્સ વગેરેના 2016-18 બેચના 78  વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાની પદવી એનાયત  કરવામાં  આવી. વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સ્કોલેસ્ટિક મેડલ અને શ્રેષ્ઠતા અંગેના  પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં.’ઓલ  રાઉન્ડ એકેડમિક  એક્સલેન્સ’ નો અવૉર્ડ દેવાંશુ પાંચરીયાને  આપવામાં  આવ્યો હતો,  જયારે રોનલ  દાસને  ‘ઓલ  રાઉન્ડ એક્સલેન્સ’ નો  એવોર્ડ આપવામાં આવ્યો હતો.  ‘કોમ્યુનિકેશન’ માં પ્રાર્થના  સચદેવ , જયારે ‘હ્યુમન રિસોર્સ’ માં  હિમાની  ગુપ્તા, અને  ‘માર્કેટિંગ’ માં નિરાલી  ડોડીયાને પ્રથમ  આવવા  બદલ  એવોર્ડ  મળ્યાં હતાં આ પ્રસંગે  એસ.બી. દાંગયચે  યુવા વિધ્યાર્થીઓને કઈંક  અલગ  કરી  ‘મેક  ઈન  ઇન્ડિયા’ માં યોગદાન  આપવા  જણાવ્યું  હતુ અને વિદ્યાર્થીઓને ઉજ્જવલ ભવિષ્ય માટે  શુભકામનાઓ આપી હતી. જયાંરે ડો. જતીન પંચોલીએ  કહ્યું હતું કે ભારતનાં યુવાઓં  પોતાની મહેનત, જ્ઞાન, અને  કૌશલ્યના આધારે સમગ્ર વિશ્વમાં દેશનું  નામ રોશન  કરી રહ્યા છે.

શાંતિ બિઝનેસ સ્કૂલે પ્લેસમેન્ટમાં પણ આ વર્ષે સારો પ્રતિસાદ પ્રાપ્ત કર્યો છે.