અમદાવાદ રથયાત્રાઃ સુરક્ષા દળો સાબદાં, પૂર્વતકેદારીરુપે રીહર્સલ કર્યું

0
1333

અમદાવાદ- અમદાવાદમાં અષાઢી બીજ શનિવારે, તારીખ 14 જુલાઇના ભગવાન જગન્નાથની રથયાત્રા જમાલપુર મંદિરેથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરશે..જમાલપુર મંદિર સિવાય પણ શહેરમાં અન્ય વિસ્તારોમાંથી શૈક્ષણિક સંસ્થા અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા રથયાત્રા નું પર્વ ઉજવાય છે. સમગ્ર સરકારી તંત્ર-પોલીસ તંત્ર માટે સુરક્ષાની મોટી જવાબદારી આ પર્વમાં હોય છે.

જેના ભાગ રુપે શહેરમાં રથયાત્રા પૂર્વે જ પેટ્રોલિંગ-ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે. રથયાત્રાના વર્ષો જુના રુટ પર હાલ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવાઇ છે. સાથે જગન્નાથ મંદિર જમાલપુર જગન્નાથ મંદિરેથી જે મુખ્ય રથયાત્રા નિકળે છે એ માર્ગો પર પોલીસ સ્ટાફ દ્વારા રિહર્સલ- કરવામાં આવ્યું જેથી સમગ્ર માર્ગ પર વ્યવસ્થા જાળવી શકાય..

અહેવાલ-તસવીર-પ્રજ્ઞેશ વ્યાસ